
શહેરના નવરંગપુરા વિસ્તારમાં એક સામાન્ય રહેણાંક ફ્લેટમાં ચાલતા હાઈ-પ્રોફાઈલ અને જાખમી ‘એક્ઝોટિક એનિમલ’ રેકેટનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ‘રાવલભાઈ એપાર્ટમેન્ટ’માં પાડેલા દરોડા દરમિયાન કરોડોની કિંમતના દુર્લભ વિદેશી વાંદરા, પક્ષીઓ અને બિલાડીઓ મળી આવતા ચકચાર મચી ગઈ છે.
ક્રાઈમ બ્રાન્ચની સઘન તપાસ દરમિયાન ફ્લેટના પાંજરાઓમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં લાખોની કિંમત ધરાવતા અનેક વિદેશી પ્રાણી-પક્ષીઓ જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા પ્રાણીઓમાં અત્યંત દુર્લભ ગણાતા રેડ હેન્ડ ટેમરીન (વાંદરાનું બચ્ચું), ૭ પર્સિયન કેટ, ૧૪ હેમ્સ્ટર, ૧૫ મિની લોપ સસલા અને લેધર લેબ ડોર્ફ જેવા વિદેશી જીવોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ત્યાંથી રંગબેરંગી પક્ષીઓનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે, જેમાં ૬ આફ્રિકન ગ્રે પેરોટ, ૫ બ્લુ એન્ડ ગોલ્ડ મકાઉ, એક્લેક્ટસ પેરોટ, સન કોન્યોર, ગાલા કોકાટુ અને મોટી સંખ્યામાં લવ બર્ડ્સનો સમાવેશ થાય છે.
પોલીસના જણાવ્યા અનુસાર, કોઈ પણ પ્રકારની બાયો-સિકયુંરિટી કે વૈજ્ઞાનિક સુવિધા વગર ગીચ રહેણાંક વિસ્તારમાં આટલા બધા જંગલી જીવો રાખવા એ અત્યંત જાખમી છે. આનાથી ‘ઝૂનોટિક’ (પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાતા) રોગો ફેલાવવાનો મોટો ભય ઊભો થયો છે, જે સ્થાનિક રહીશોના સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે.
આરોપી દ્વારા રજૂ કરવામાં આવેલા ‘પરિવેશ’ પોર્ટલના દસ્તાવેજા શંકાસ્પદ જણાયા છે. રહેણાંક મકાનનો ઉપયોગ વ્યાપારિક પ્રજનન માટે કરવો એ કાયદાકીય રીતે ગંભીર ગુનો છે. આ પ્રાણીઓ ક્યાં થી આવ્યા અને તેમની આયાત કાયદેસર છે કે નહીં તેની તપાસ હવે તેજ કરવામાં આવી છે.
આ મામલાની ગંભીરતાને જાતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વન વિભાગ, કસ્ટમ્સ અને છસ્ઝ્ર ને જાણ કરવામાં આવી છે. આ વિભાગો સાથે મળીને આંતરરાષ્ટ્રીય વન્યજીવ વ્યાપારના નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી કરશે.