સાબરમતી ટ્રેન હત્યાકાંડના રામ ભક્તોને સુંદરકાંડ દ્વારા શબ્દાંજલિ અને શારદા વસ્તીનું વિરાટ હિન્દુ સંમેલન યોજાયું

સાબરમતી ટ્રેન હત્યાકાંડમાં અઠ્ઠાવન રામસેવકો ૨૦૦૨ ની ૨૭ ફેબ્રુઆરી એ શહીદ થયા હતા. તેને ચોવીસ વર્ષ પૂરા થયા, તે નિમિત્તે હત્યાકાંડની વરસીની પૂર્વ સંધ્યાએ વિશ્ર્વ વિખ્યાત બ્રહ્મ શિરોમણી પ. પૂ અશ્ર્વિનભાઇ પાઠક ગુ‚જીના મધુર કંઠે સુંદરકાંડ ગોધરા ખાતે યોજાયું હતું. ગુ‚જી હુતાત્માઓને શબ્દાંજલિ આપવા સતત ૨૩ વર્ષ સુધી ૨૭મી ફેબ્રુઆરી એ પધારતા હતા, પરંતુ આ વર્ષે ૨૭ ફેબ્રુઆરી તેઓ કૌટુંબિક કાર્ય હોવાથી પૂર્વ સંધ્યા એ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરા સુંદરકાંડ સમિતિ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સાબરમતી હત્યાકાંડમાં શહીદ થયેલા રામ ભક્તોને શબ્દાંજલિ આપવાનો કાર્યક્રમ શારદા મંદિર સ્કૂલ બામરોલી રોડ ગોધરા ખાતે રાખવામાં આવ્યો હતો. જ્યાં ખૂબ મોટી સંખ્યામાં સનાતનીઓ રામભક્તો શહીદોને શબ્દાંજલિ ‚પી સુંદરકાંડ કરવા ઉપસ્થિત રહ્યાં હતાં. સમિતિના સંયોજક આશિત ભટ્ટે જણાવ્યું હતું કે, આપણા સમાજમાં મારી કે તમારી ત્યાં આપણા માં-બાપ ભાઈ ભાડુંનું મૃત્યુ થાય છે, તો આપણે તેમને બે-પાંચ વરસ યાદ કરી શ્રદ્ધાંજલિ આપીએ છીએ. જ્યારે પૂ.ગુ‚જી સતત ચોવીસ વર્ષ થી ગોધરા આવે છે, તેમને સમગ્ર હિન્દુ સમાજ વતી હું આભાર માનું છું. સહ સયોજક શંભુપ્રસાદ, પીયુષ ગાંધી, મનહરસિંહ પુવાર, હોતચંદ ભાઈ સાથે આખી સમિતિ હાજર રહી હતી.

આજ સ્થળે આર.એસ.એસ.ના સો વર્ષ પૂર્ણ થતા માં શારદા વસ્તીનો વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું. મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવા માં આવ્યું હતું. જેમાં સંઘ માંથી વક્તા તરીકે હિરેનભાઈ પંડ્યા એ આર.એસ. એસ.ના સો માં વર્ષે પંચ પરિવર્તિનનો સંકલ્પ લોકો સુધી લઈ જવા પંચ પરિવર્તિનની વાત કરવામાં આવી હતી. ત્યારબાદ ગૌરીબેને હિન્દુ એકતા વિશે પોતાના આક્રમક વિચારો વ્યક્ત કર્યા હતા. અંતમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે આશિત ભાઈ એ હિન્દુ એકતા માટે આપણે એક જૂટ થઈ કાર્ય કરવું પડશે. આ શંક્રાંતિકાળ છે, આપણી ભાવિ પેઢી માટે કામ કરવું પડશે. ભારત એક સમયે ઈથ્યાસી લાખ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલ દેશ હતો. જે આજે ત્રીસ લાખ કિલોમીટર સુધી સંકોચાઈ ગયો છે, આપણા દેશ માંથી ૨૬ દેશો બન્યા છે, જો હિન્દુઓ જાગે નહીં તો ભાવિ અંધકારમય છે. વસ્તીના પ્રમુખ પલ્લવભાઈ, અશોકભાઈ પંચાલ અને ટીમે કાર્યક્રમ સફળ બનાવવા તનતોડ મહેનત કરી હતી. કાર્યક્રમનું સુંદર સંચાલન અલ્પેશભાઈ કોઠારીએ કર્યું હતું.