
-ખુલ્લી ઢાંકણ વગરની ચેમ્બરને લઈ કોઈ વાહન ચાલકનો જીવ જોખમાય તે પહેલા ઢાંકણ બેસાડવા જરી.
ગોધરાના વાવડી બુર્ઝગ દાહોદ હાઈવે રોડને અડીને નગર પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે પાઈપ લાઈન નાખવામાં આવી છે. આ વરસાદી પાણીની પાઈપ લાઈનમાં અમુક અંતરે ચેમ્બર બનાવેલ છે. આ ચેમ્બરોના બન્યા બાદ બે વખત ઢાંકણ બદલવામાં આવ્યા છે. હલ્કી ગુણવત્તા અને તકલાદી હોવાથી ભુલથી વાહન પસાર થઈ જતાં તુટી ગયેલ છે અને હાલ ઢાંકણ વગરના ચેમ્બરો મોતના કુવા સમાન ભાષી રહ્યા છે. ભુલ કે શરતચૂકથી દ્વીચક્રી કે ફોર વ્હીલ ચાલક આ ખુલ્લી ચેમ્બરમાં ખાબડે તો જીવ જોખમાઈ શકે છે. હાહોદ હાઈવે ઉપર જીલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પસાર થતા હોય છે પરંતુ મોતના કુવા સમાન બનેલ ચેમ્બરો ઉપર ધ્યાન દોરવામાં આવતું નથી. ત્યારે શું કોઈ આવી ખુલ્લી ઢાંકણ વગરની ચેમ્બરથી કોઈનો જીવ જોખમાય ત્યારે નગર પાલિકા તંત્ર જાગશે તેવા અનેક પ્રશ્ર્નો સ્થાનિકોમાં ઉઠવા પામી રહ્યા છે.
દાહોદ હાઈવે રોડ ઉપર વાવડી બુર્ઝગ બસંલ મોલ થી પ્રભાના કોતર સુધી વરસાદી પાણીના નિકાલ માટે લાખો પીયાના ખર્ચે પાઈપ લાઈન નાખવામાં આવી છે. વરસાદી પાણીના નિકાલ માટે પાઈપ લાઈન જનહિતમાં કામગીરી થયેલ છે પરંતુ હાલમાં પાણીના નિકાલ માટે હાઈવે રોડની સમાંતરે બનેલ વરસાદી પાણીના નિકાલ માટેની પાઈપલાઈન અકસ્માતને નોતરા સમાન બની છે. આ પાણીના નિકાલ માટેની પાઈપ લાઈનની કામગીરી કરતા કોન્ટ્રાકટર દ્વારા પાઈપ લાઈનના અમુક અંતરે ચેમ્બ્રો બનાવેલ છે. આ ચેમ્બરો ઉપર તકલાદી ઢાંકણ બેસાડવામાં આવતા તુટી ગયેલ ત્યારબાદ પૂન: ચેમ્બ્રો ઉ૫ર ઢાંકણ બેસાડવામાં આવ્યા હતા. તેવા ઢાંકણ પણ તકલાદી અને હલ્કી ગુણવત્તાને લઈ તુટી ગયેલ હાલતમાં જોવા મળી રહ્યા છે. વાવડી હનુમાનજી મંદિર સામે, દડી કોલોની બહાર, પી.ટી.મીરાણી હોસ્પિટલ નજીક, ગોધરા પાર્ક સોસાયટ આઈ.ટી.આઈ. ગેટ સામે વરસાદી પાણીની પાઈપ લાઈનની ચેમ્બરોના ઢાંકણ તુટી ગયેલ છે અને હાલ આવી ઢાંકણ વગરની ખુલ્લી ચેમ્બરો મોતના કુવા સમાન છે. ખુલ્લી ચેમ્બરોમાં ટ્રક અને ટ્રેકટર પણ અમુક વખત ફસાઈ જવાના બનાવ બની ચુકયા છે. હાઈવે રોડની સમાંતરે બનેલ ઢાંકણ વગરની ચેમ્બરમાં રાત્રીના સમયે અજાણતા કોઈ દ્વિચક્રી વાહન ચાલક કે ફોર વ્હીલ ચાલક ખાબકે તો ચાલકનો જીવ પણ જોખમાઈ શકે છે. આ હાઈવે રોડ ઉ૫રથી પાલિકા અને જીલ્લા વહીવટી તંત્રના અધિકારી તેમજ ગોધરાના ધારાસભ્ય પણ રોજ પસાર થતા હોય છે. ત્યારે આ મોતના કુવા સમાન જોખમી બનેલ ખુલ્લી ચેમ્બરોના મજબુત અને ટકાઉ ઢાંકણ બેસાડીને લોકોની સુરક્ષા કરે તે જરી છે.