ઘોઘંબા ખાતે મહિલાના ગળામાંથી ચેઈન સ્નેચિંગ થતાં ઈજાઓ

ઘોઘંબા ખાતે વિવેકાનંદ સોસાયટીમાં રહેતા સોલંકી અરવિંદભાઇ અનુપસિંહ પોતાની બાઈક પર પત્નિને લઈને પ્લોટ જોવા જઈ રહ્યા હતા. ત્યારે બાઈક ઉપર સવાર ત્રણ જુવાનીયાઓએ ફરોડ ચોકડી પાસે અરવિંદભાઈનો પીછો કરી તેમની બાઈક પાછળ બેઠેલા તેમના ધર્મ પત્નિના ગળામાંથી સોનાની ચેઈન ખેંચતા તેમના પત્નિએ હાથમાં પકડી રાખતા બેલેન્ટ ખોટકાતા બાઈક ઉપરથી પટકાયા હતા. અને બાઈક સવાર યુવકો પકડાવવાના ભયથી ભાગી ગયા હતા. જયારે અનુપભાઈના પત્નિને માથા અને શરીરના ભાગોમાં ઈજાઓ થતાં રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘોઘંબામાં હોળીનો તહેવાર બિલકુલ નજીક છે ત્યારે આવા બનાવો બનતા ભયનો માહોલ વ્યાપી જવા ૫ામ્યો હતો. સોલંકી અરવિંદભાઈ અનુભાઈ દ્વારા રાજગઢ પોલીસને ધટના અંગે જાણ કરવામાં આવી હતી.