મહિસાગર જિલ્લામાં છેલ્લા ધણા સમયથી નદીઓના પટમાં ચાલી રહેલા બેફામ રેતી ખનન પર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી જનતા રેડ ને પગલે ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
કકચિયા ગામે પાસે ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવેલી બોટ જપ્તીની કાર્યવાહી બાદ હવે પોતાની પકડ ઢીલી પડતી જોઈ લીઝ ધારકોનુ એક જુથ જિલ્લા કલેકટર પાસે રજુઆત કરવા પહોંચ્યુ છે. કલેકટરને આક્ષેપ કરતી લીઝ ધારકોએ રજુઆત કરીને લીઝ ધારકોએ જણાવ્યુ કે, તેઓ નિર્દોષ છે તેમના પર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ લાઈમલાઈટમાં રહેવા ખોટી રીતે લીઝ ધારકોને હેરાન કરી રહ્યા છે. તેમ જણાવ્યુ હતુ. પરંતુ જો ખનન નિયમ મુજબ હતુ. તો ખનીજ અધિકારીએ બોટ સીઝ કેમ કરી…?આ જપ્તી જ પુરાવો છે કે નિયમોનુ ઉલ્લંધ થઈ રહ્યુ હતુ.