
ગુજરાત વિધાનસભા સત્ર દરમ્યાન ગૃહના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ મોટી વાત કરી છે. વાસ્તવમાં ગુજરાત વિધાનસભામાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપવાના મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા દરમિયાન ગૃહના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ નોંધપાત્ર નિવેદૃન આપ્યું હતું. મહત્વનું છે કે, તેમણે પહેલીવાર અધ્યક્ષસ્થાને બેસીને ગૃહનું સંચાલન કર્યું અને આ ઐતિહાસિક ક્ષણે મહિલાઓની વધતી ભાગીદૃારી અંગે વિશ્ર્વાસ વ્યક્ત કર્યો.
વિધેયક પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદૃીએ કહૃાું કે, મહિલાઓને ૩૩ ટકા અનામત માટે મંજૂરી મળ્યા બાદૃ ગુજરાત વિધાનસભામાં મહિલાઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધશે. તેમણે કહૃાું કે, આવનારા સમયમાં ગૃહમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધુ મજબૂત બનશે અને નિર્ણય પ્રક્રિયામાં તેમનો અવાજ વધુ અસરકારક બનશે.
આ દૃરમિયાન કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે કહૃાું કે, અમે પણ વિધાનસભાની પહેલી હરોળમાં વધુ મહિલાઓને જોવા માંગીએ છીએ, પરંતુ સરકાર દ્વારા હજી સુધી પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા નથી.
આ તરફ ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદૃીએ સ્પષ્ટ કર્યું કે, મહિલાઓ માટે ૩૩ ટકા અનામતનો નિર્ણય અમલમાં આવશે ત્યારબાદૃ વિધાનસભામાં મહિલાઓની બેઠક સંખ્યા વધશે. આ પગલું મહિલાઓના સશક્તિકરણ તરફ એક મહત્વપૂર્ણ કડી સાબિત થશે.