સંતરામપુરના શણબારના સ્મશાન પાસે મૃતકોની સમાધી પર જેસીબી રેસ્કયુ

સંતરામપુરના શણબારના સ્મશાન પાસે 150 મૃતકોની સમાધીઓ પર જેસીબી ફેરવાતા ગાડીયાના 8 સામે સંતરામપુર પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સંતરામપુર તાલુકાના શણબાર ગામે આમલી ફળીયા વિસ્તારમાં આવેલ ખુલ્લી પડતર જમીનમાં વર્ષોથી સ્થાનિક વાદી સમાજના અવસાન પામેલા વ્યક્તિઓની સમાધિઓ બનાવવામાં આવે છે. આ જમીન પર તા. 26 ની મોડી સાંજે અંદાઝે 150 જેટલી સમાધિઓ ઉપર ગાડીયાના 8 ઇસમો દ્વારા જેસીબી ફેરવી દેવામાં આવ્યુ હતુ.

જેસીબી ફેરવાતા લોકો એકત્ર થઇ હલ્લાબોલ કરતા હતા. ત્યારે ગાડીયાના ઇસમો આ જમીન અમારી છે એમ કહી વિરોધ કરતી વ્યક્તિઓને ધમકીઓ પણ આપતા હતા. તેમજ સ્થળ પર હાજર ધવલભાઈ કનુભાઈ કલાસવાને પોતે સરપંચ હોવાની જણાવણી કરી સમાધિઓ તોડવાની મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવ્યુ હતુ. બનાવના પગલે પોલીસ તંત્રનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ધાર્મિક લાગણીઓ દુભાવવાના બનાવ અંગે શણબાર ગામના ઉદાભાઈ મોતીભાઈ વાદીએ સંતરામપુર પોલીસ મથકે ગાડીયાના 8 ઇસમોસામે ગુનો નોંધાવ્યો છે. અને પોલીસ દ્વારા સ્થળ પર થયેલ નુકસાન, સંડોવાયેલા લોકો, ઉંઈઇ ટ્રેક્ટરના ઉપયોગ અને સમાધિઓ તોડવાના કારણો સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.

અમે તપાસ કરીશું શણબાર ગામે સમાધીની તોડ ફોડ થયેલ જગ્યાનો સર્વે નંબર સરકારી છે કે, ખરાબાનો એ અમને ખબર નથી. આવતી કાલે અમે તપાસ કરીને તમામ માહીતી મેળવીશુ. દિનશભાઈ ચૌધરી, રેવન્યુ તલાટી, શણબાર