શહેરના નારોલ વિસ્તારમાં આવેલ બાગે કૌશર સોસાયટીમાં કૌટુંબિક ઝઘડાની પૃષ્ઠભૂમિમાં હત્યા નો ગંભીર બનાવ સામે આવ્યો છે. પ્રાથમિક અનુમાન મુજબ પરિવારિક મતભેદ ઉગ્ર બનતા આ ઘટના બની હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શ કરી છે.
મળતી માહિતી મુજબ નારોલ વિસ્તારમાં મૃતકના જમાઈએ હત્યા અંજામ આપી હોવાનો પ્રાથમિક સંદૃેહ છે. મરણજનારના પરિજનો દ્વારા જમાઈ ઉપરાંત તેના ભાઈ અને માતા વિરુદ્ધ પણ સંડોવણીના આક્ષેપ કરવામાં આવ્યા છે. ઘટનાને લઈને વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. મૃતદૃેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદૃેહ પરિજનોને સોંપવામાં આવશે.
અધિકારીઓએ જણાવ્યું છે કે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ ચાલી રહી છે અને પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓને ઝડપવા માટે ટીમો કામે લાગી ગઈ છે અને ટૂંક સમયમાં મહત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.