સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન પહેલીવાર ગુજરાત પ્રવાસે આવશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ નીતિન નબીન પહેલી વાર ગુજરાત પ્રવાસે આવવાના છે. આગામી ૨૦ ફેબ્રુઆરીએ નીતિન નબીન રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત ગુજરાત પ્રદૃેશની પ્રવાસે આવી રહૃાા છે. જે અંતર્ગત તેઓ કાર્યકર્તાઓ સાથે મિલન મુલાકાત કરવાના છે. તદૃુપરાંત કાર્યકર્તાઓ સાથે વિવિધ શુભેચ્છા સંદૃેશનું પણ આદૃાન-પ્રદૃાન થાય તે પ્રકારની પણ ‚પરેખા ઘડાઈ રહી છે.

એક બાદ એક નેતાઓ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમણૂક પામેલ નીતિન નબીન સાથે મુલાકાત કરી રહૃાા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ એક બાદ એક નેતાઓ તેમની પાસે શુભેચ્છા મુલાકાત કરી રહૃાા છે, ત્યારે તાજેતરમાં ભાજપના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ભાજપના યુવા અને રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન સાથેની શુભેચ્છા મુલાકાત દિલ્હી ખાતે યોજી હતી. ત્યારે આવનારા દિવસોમાં રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ગુજરાતનો પ્રવાસ પણ ખેડશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ દૃેશભરના વિવિધ રાજ્યના પ્રવાસ અર્થે જવાના છે. તે અંતર્ગતની ‚પરેખા પણ રાષ્ટ્રીય સ્તરે ઘડાઈ રહી છે. જેના ભાગ‚પે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન આવનારા સપ્તાહમાં ગુજરાત મુલાકાતે આવી રહૃાા છે. જેને લઈને ભાજપ દ્વારા તમામ તૈયારીઓ કરી દૃેવામાં આવી છે. જે મુજબ તેઓ ૨૦થી ૨૨ ફેબ્રુઆરી એમ ૩ દિવસ ગુજરાતમાં રહેશે અને વિવિધ શહેરોમાં કાર્યકરોને મળશે.

મહત્વનું છે કે રાષ્ટ્રીય અધ્યક્ષના ગુજરાત પ્રવાસને સમયે અમદૃાવાદૃમાં ભવ્ય જનસભાનું આયોજન પણ થઈ રહૃાું છે. નીતિન નબીન અમદૃાવાદૃમાં પણ એક ભવ્ય સભાને સંબોધન કરશે. જેમાં કાર્યકર્તાઓ સાથે નીતિન નબીન વાર્તાલાપ પણ કરશે. ચૂંટણી હોય કે પછી સંગઠનની સંરચના હોય રાષ્ટ્રીય અધ્યક્ષની ગુજરાત પ્રદૃેશની મુલાકાત યોજાતી હોય છે. ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ નિયુક્તિ બાદૃ હવે નીતિન નબીન પણ ગુજરાત પ્રવાસે આવી રહૃાા છે.

ગુજરાત પ્રવાસ દૃરમિયાન નીતિન નબીન પાર્ટી કાર્યકર્તાઓને બુસ્ટ અપ કરશે. જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે નીતિન નબીન કાર્યકર્તાઓને માર્ગદૃર્શન પણ પૂરું પાડશે. તદૃુપરાંત આવનારા દિૃવસોમાં ભારતીય જનતા પાર્ટી કેવા પ્રકારની ‚પરેખા અને કેવા પ્રકારના નવા નિયમો ઘડે છે તે જોવું રહેશે.