બનાસકાંઠાના થરા વિસ્તારમાં એક સનસનાટીભરી ચોરીની ઘટના સામે આવી છે, જેમાં મહેસાણાના અલ્પેશભાઈ સોની નામના વેપારીની પાર્ક કરેલી ગાડીમાંથી અજાણ્યા શખ્સો આશરે ૧૦ કિલો ચાંદૃીના દૃાગીના ભરેલી બેગ ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
આ ચોરીના કારણે વેપારીને અંદૃાજે ૨૦થી ૨૫ લાખ પિયાનું મસમોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, પરંતુ ઘટના બાદૃ પોલીસની શિથિલ કામગીરી ચર્ચાનો વિષય બની છે. આરોપ છે કે ઘટનાના ૨૪ કલાક વીતી ગયા હોવા છતાં થરા અને દિૃયોદૃર પોલીસ વચ્ચે હદૃ વિસ્તારના વિવાદૃમાં વેપારીને ફરિયાદૃ નોંધાવવા માટે ધક્કા ખાવા પડ્યા હતા. આ મામલે સ્થાનિક સોની વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં વેપારીઓના ટોળા એકઠા થયા હતા. અંતે વેપારીઓના દૃબાણ અને ઉગ્ર વિરોધ બાદૃ પોલીસે આ મામલે અરજી સ્વીકારી તપાસનો ધમધમાટ શ કર્યો છે.