
ગુજરાતમાં નશાકારક પદૃાર્થ પર પ્રતિબંધ હોવા છતા નશાનો વેપલો કરનાર લોકો અવનવા કીમીયા શોધી કાઢતા હોય છે. ત્યારે અમદૃાવાદૃમાંથી પણ વધુ એક વખત ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો છે. અમદાવાદમાં ૮ કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે ભાઈ-બહેન ઝડપી પાડવામાં આવ્યા છે. એસઓજીએ બાતમીના આધારે ૨૨.૭૮ કિલો ગાંજા સાથે પિતરાઈ ભાઈ-બહેનની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર નોબલનગરમાંથી ચેતન અને આકાંક્ષા પ્રજાપતિની ગાંજાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્તથતી વિગતો અનુસાર બેંગકોકથી ગાંજો લાવનાર ભાઈ-બહેનને ઝડપી પાડવામાં આવ્યા હતા. સુરત અને અમદાવાદના ડીલરોના ઈશારે આરોપીઓ બેંગકોક ગયા હતા. કેરિયરમાં ૮ કરોડનો ગાંજો લઈને આવતા હોવાની બાતમી મળતા જ પોલીસ દ્વારા ચેિંકગ હાથ ધરી ઝડપી પાડવામાં આવ્યા હતા.
બેંગકોકથી ગાંજો લઈને આવનાર ભાઈ-બહેન ઉપરાંત પણ અનેક લોકો ડ્રગ્સની હેરાફેરીમાં સપડાયેલા હોવાનો ખુલાસો થયો છે. જેમાં રાજસ્થાનના ગોપાલ-ઉમેશ સોલંકીને પણ ગાંજા કેરિયર તરીકે જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રશાંત કલાલ અને ભુવનેશ બુનકરના ગાંજા પણ કેસમાં સામેલ હોવાનો ખુલાસો થયો છે.
અમદૃાવાદૃમાં ગાંજા સિન્ડિકેટ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હાઇબ્રિડ ગાંજાની તસ્કરીમાં બેંગકોક િંલક ઉજાગર કરવામાં આવી છે. જપ્ત કરવામાં આવેલા હાઈબ્રીડ ગાંજાની અંદૃાજીત િંકમત ૮ કરોડ રુપિયા છે. આ ગાંજો લઈને આવતા ૨ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે ૨ આરોપીને પકડીને કડક કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આરોપીઓ જરુરીયાત યુવાનોને લાલચ આપી ડ્રગ્સ કેરિયર તૈયાર કરતા હતા. તેમજ આરોપીઓ દ્વારા આ યુવાનોને થાઈલેન્ડ મોકલી હાઇબ્રીડ ગાંજોની સપ્લાય કરતા હોવાનું ઉજાગર થયું છે.