મહેસાણામાં સફાઈ કામદારની પીડા અને ટ્રાફિકની સમસ્યા ઉકેલવા કોંગ્રેસ નેતા મેદાનમાં, ૧૦ દિવસ શ્રમદાન કરવાની માંગી મંજૂરી

મહેસાણા નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા ભૌતિક ભટ્ટે શહેરની બે મુખ્ય સમસ્યાઓ અને કર્મચારીઓની પીડા સમજવા માટે એક અનોખો અભિગમ અપનાવ્યો છે. તેમણે મહેસાણા મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા પોલીસ વડાને પત્ર લખીને ૧૦ દિવસ માટે સફાઈ કામદૃાર અને ટ્રાફિક પોલીસ મિત્ર તરીકે સેવા આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

મહેસાણા મ્યુનિસિપલ કમિશનરને લખેલા પત્રમાં ભૌતિક ભટ્ટે જણાવ્યું છે કે, મહાત્મા ગાંધીના સફાઈ અભિયાનને ધ્યાનમાં રાખીને તેઓ પાલિકાના સફાઈ કામદૃારો સાથે ૧૦ દિવસ કામ કરવા માંગે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ૧૦ દિૃવસના કામ બદૃલ મળતું મહેનતાણું તેઓ લેશે નહીં, ઉલટાનું તેટલી રકમ તેઓ પોતાના ખિસ્સામાંથી કોર્પોરેશનમાં જમા કરાવશે.

તેમણે જણાવ્યું હતું કે, “કોઈપણ પરિસ્થિતિમાં ઊંડાણપૂર્વક ઉતર્યા વગર તેની વાસ્તવિકતાનો ખ્યાલ આવતો નથી. સફાઈ કામદૃારોની આરોગ્ય વિષયક સ્થિતિ અને વહેલી સવારે ઉઠીને કામ કરવાની હાડમારી સમજવા માટે મારે તેમની હરોળમાં બેસીને કામ કરવું છે.”

શહેરમાં વકરતી ટ્રાફિક સમસ્યા અંગે િંચતા વ્યક્ત કરતા તેમણે જિલ્લા પોલીસ વડાને પણ પત્ર લખ્યો છે. રાધનપુર સર્કલ પર સવારે અને સાંજે સર્જાતા ભારે ટ્રાફિક જામનો ઉલ્લેખ કરતા તેમણે વિનંતી કરી છે કે તેમને અને તેમની ટીમને ટ્રાફિક પોલીસ સાથે ૧૦ દિવસ માનદ સેવા કરવાની તક આપવામાં આવે.

તેમણે ઉમેર્યું હતું કે, રાધનપુર રોડ નેશનલ હાઈવેને જોડતો હોવાથી ત્યાં દિલ્હી અને આબુ તરફથી આવતા વાહનોનો ઘસારો રહે છે, જેના કારણે સ્થાનિકોને પડતી મુશ્કેલી નિવારવા તેઓ ટ્રાફિક નિયમનમાં મદદ‚પ થવા માંગે છે.