મની લોન્ડિંરગ કેસમાં ટીના અંબાણીની પૂછપરછ માટે ઈડીનવું સમન્સ જારી કરવામાં આવશે

અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ટૂંક સમયમાં રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણીને મની લોન્ડિંરગ કેસમાં પૂછપરછ માટે નવું સમન્સ જારી કરશે.

ભૂતપૂર્વ ફિલ્મ અભિનેત્રી ટીનાને એજન્સી દ્વારા સોમવારે હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તે હાજર રહી ન હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે એજન્સી તેમને ફરીથી સમન્સ મોકલશે. માનવામાં આવે છે કે તેમને ન્યૂ યોર્કના મેનહટનમાં એક લક્ઝરી કોન્ડોમિનિયમની ખરીદી સંબંધિત નાણાંના વ્યવહાર અંગે પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા છે.

ઈડીએ તાજેતરમાં આ કેસમાં ઇર્ઝ્રંસ્ (રિલાયન્સ કોમ્યુનિકેશન્સ) ના ભૂતપૂર્વ પ્રમુખ પુનિત ગર્ગની ધરપકડ કરી છે. એજન્સીએ તાજેતરમાં સુપ્રીમ કોર્ટના નિર્દૃેશને અનુસરીને અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ સામે કથિત બેંક છેતરિંપડી અને સંબંધિત નાણાકીય અનિયમિતતાના અનેક કેસોની તપાસ કરવા માટે એસઆઇની રચના કરી છે.