ગોધરા ગજાનંદ સો મીલ સામે 10 કવાર્ટસ માંથી 23 વર્ષીય મહિલા 3 વર્ષના બાળક સાથે નિકળી ગુમ થતાં ફરિયાદ

ગોધરા શહેર ગજાનંદ સો મીલ સામે 10 કવાર્ટસમાં રહેતા ફરિયાદીની 23 વર્ષીય છોકરી પોતાના 3 વર્ષના બાળક સાથે 25 નવેમ્બરના રોજ કયાંક નિકળી જઈ ગુમ થયેલ હોય આ બાબતે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

ગોધરા શહેર ગજાનંદ સો મીલ સામે 10 કવાર્ટસમાં રહેતા લતાબેન રાવજીભાઇ હરીજનની 23 વર્ષીય છોકરી નિશાબેન રાવજીભાઇ હરીજન તેના 3 વર્ષના બાળક ગણેશ સુનિલભાઇ હરીજન સાથે તા.25 નવેમ્બરના રોજ માતાના ધરેથી કયાંક નિકળી જઈ ગુમ થયેલ હોય આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવા પામી છે.