
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગંભીર ચેતવણી આપી છે. ખામેનીએ કહ્યું કે જા અમેરિકા આ વખતે ઈરાન પર કોઈ પણ પ્રકારનો હુમલો કરશે, તો તે સમગ્ર પશ્ચિમ એશિયામાં એક મોટું ‘પ્રાદેશિક યુદ્ધ’ શરૂ કરશે. આનાથી તણાવમાં વધારો થશે. ખામેનીની ચેતવણી એવા સમયે આવી છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે જા ઈરાન પરમાણુ કરાર માટે સંમત નહીં થાય તો ઈરાન પર હુમલો કરશે.
યુએસ યુદ્ધ જહાજા અને ફાઇટર જેટ અઠવાડિયાથી ઈરાનની આસપાસ સમુદ્ર અને આકાશમાં ફરતા રહ્યા છે. જાકે, હજુ સુધી સ્પષ્ટ નથી કે ટ્રમ્પ ઈરાન પર હુમલો કરશે કે લશ્કરી દબાણ દ્વારા ઈરાનને વાટાઘાટોના ટેબલ પર આવવા દબાણ કરવાનો પ્રયાસ કરશે. એક દિવસ પહેલા જ ટ્રમ્પે ઈરાનને વાટાઘાટોના ટેબલ પર આવવા માટે છુપી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે ઈરાન પાસે હવે વાતચીત માટે ખૂબ જ ઓછો સમય બાકી છે.
ઈરાનના સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ અલી ખામેનીએ, યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પને એ જ સ્વરમાં જવાબ આપ્યો છે. ઈરાને અમેરિકાને સીધી ધમકી આપી છે કે જો તે તહેરાન પર હુમલો કરશે તો તે પ્રાદૃેશિક યુદ્ધ કરશે. “અમેરિકનોએ જાણવું જોઈએ કે જો તેઓ યુદ્ધ શ કરશે, તો આ વખતે તે એક ભયંકર પ્રાદૃેશિક યુદ્ધ હશે,” ખામેનીને ઈરાનના સરકારી ટેલિવિઝન દ્વારા ટાંકીને કહેવામાં આવ્યું. “અમે ઉશ્કેરણી કરનારાઓમાં નથી અને ન તો અમે કોઈ દૃેશ પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહૃાા છીએ, પરંતુ જો કોઈ આપણા ઈરાની રાષ્ટ્ર પર હુમલો કરશે અથવા દમન કરશે, તો તેને તે જ સ્વરમાં સખત જવાબ આપવામાં આવશે,”