અમિત શાહ દેશના સૌથી નિષ્ફળ ગૃહમંત્રી છે, ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીનો આરોપ

તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક બેનર્જીએ શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને દેશના “સૌથી નિષ્ફળ ગૃહમંત્રી” કહ્યા, તેમના પર આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ જવાનો અને રાજકીય વિરોધીઓને દોષી ઠેરવવાનો આરોપ લગાવ્યો. કોલકાતા એરપોર્ટ પર બોલતા, અભિષેક બેનર્જીએ કહ્યું કે શાહ જેવા નેતાઓ ફક્ત “પ્રવાસીઓ” છે જે ચૂંટણી દરમિયાન રાજ્યમાં આવે છે, મોટા વચનો આપે છે અને પછી બધું ભૂલી જાય છે.

આનંદપુર આગમાં થયેલા મૃત્યુ માટે મમતા બેનર્જી સરકારને દૃોષી ઠેરવવાના અમિત શાહના આરોપો વિશે પૂછવામાં આવતા, બેનર્જીએ કહૃાું, “શાહ જેવા ભાજપના નેતાઓ મૃતદૃેહો પર રાજકારણ રમી રહૃાા છે અને ગીધ જેવું વર્તન કરી રહૃાા છે.”

તેમણે પૂછ્યું, “શું ભાજપ શાસિત ગોવામાં નાઈટક્લબમાં લાગેલી આગમાં થયેલા મૃત્યુ માટે અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવવા જાઈએ?” “મધ્યપ્રદેશમાં દૂષિત પાણીની સમસ્યા માટે કોણ જવાબદાર છે?” “રાજ્યમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યૂમાં ૧૪૦ થી વધુ લોકોના મૃત્યુ માટે કોણ જવાબદાર છે?” નોટબંધી દરમિયાન લાંબી લાઈનોમાં ઊભા રહેવાથી થયેલા મૃત્યુ માટે કોણ જવાબદાર છે?

અભિષેક બેનર્જીએ અમિત શાહને ભારતના સૌથી નિષ્ફળ અને નકલી ગૃહમંત્રી ગણાવ્યા. તેમણે કહૃાું કે, જો તેઓ ઘૂસણખોરી વિશે વાત કરે છે, તો તેમણે જવાબદૃારી લેવી જોઈએ, કારણ કે સરહદૃની રક્ષા કરતી મ્જીહ્લ ગૃહમંત્રીના હાથ નીચે છે. બેનર્જીએ શાહ પર વિભાજન અને નફરતનું રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો. તેમણે કહૃાું કે કોઈપણ દૃુર્ભાગ્યપૂર્ણ ઘટનાનું રાજકારણ ન કરવું જોઈએ.

બેનર્જીએ માહિતી આપી કે મુખ્યમંત્રી મમતા બેનર્જી દિૃલ્હી જશે અને ૨ ફેબ્રુઆરીએ ચૂંટણી પંચને મળવા માટે એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. તેમણે કહૃાું, “અમને સાંજે ૪ વાગ્યે બેઠક માટે એપોઇન્ટમેન્ટ આપવામાં આવી છે.”