
ગરબાડા તાલુકાની મીનાક્યાર પ્રાથમિક શાળામાં બાળકોને રાષ્ટ્રીય હેત મિશન અંતર્ગત ઇમર્જન્સી સેવા ૧૦૮ ની જે કાર્ય પદ્ધતિ છે તેનો ડેમો બતાવવામાં આવ્યો હતો. જેમાં બાળકોમાં ઇમરજન્સીમાં ૧૦૮ કઈ રીતે કામ કરે છે અને ૧૦૮માં કેવા પ્રકારની સેવા આપવામાં આવે છે. ૧૦૮ નો સંપર્ક કઈ રીતે કરવો આને કઈ રીતે વાત કરવી તે બાબતેની સંપૂર્ણ માહિતી ૧૦૮ ના પાયલોટ દિલીપભાઈ બામણીયા અને ઇ.એમ.ટી. છોટુભાઈ માવી દ્વારા બાળકોને તેમજ ગ્રામજનોને પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. જેમાં ૧૦૮ ના કર્મચારીઓ દ્વારા બાળકોને રીઅલ ડેમો કરીને સંપૂર્ણ માહિતી સમજાવી હતી. આ ડેમો કાર્યક્રમમાં ૧૦૮ ના કર્મચારીઓ શાળાના બાળકો ગ્રામજનો તેમજ શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.