ઉના પંથકની દિલધડક ઘટના: પુત્રનો જીવ બચાવવા વૃદ્ધ પિતાએ દીપડાને મોતને ઘાટ ઉતાર્યો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચારપગા વન્યજીવના રહેણાંક વિસ્તારમાં આતંકની ઘટનાઓ વચ્ચે હાલ ગીર સોમનાથ જિલ્લામાં માનવ અને દીપડા વચ્ચે એક અત્યંત દિૃલધડક અને લોહિયાળ સંઘર્ષની ઘટના બની હોવાની વિગતો સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ, ઉના પંથકના સીમ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે દીપડો અને એક પિતા-પુત્ર વચ્ચે લોહિયાળ જંગ છેડાઈ હતી. જેમાં વહાલસોયા પુત્રને મોતના મુખમાંથી બચાવવા માટે આ વૃદ્ધ પિતા દીપડા માટે સાક્ષાત્ કાળ બનીને ત્રાટક્યા હતા. ત્યારે આ ભયાનક લડાઈમાં પિતાએ સ્વબચાવમાં દીપડાને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે.

ઘટનાની વિગતવાર વાત કરીએ તો, ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં આવેલ ગાંગડા ગામની સીમમાં ગત રાત્રિના સમયે બાબુભાઈ વાજા નામના વૃદ્ધ વાડીએ પોતાની ઓસરીમાં બેઠા હતા. આ દરમિયાન ઘોર અંધારામાં એક િંહસક દીપડાએ અચાનક તેમના પર હુમલો કરી દૃીધો હતો. પિતાની મરણતોલ ચીસ સાંભળીને તેમનો પુત્ર તુરંત જ પિતાની મદૃદૃે દૃોડી આવ્યો હતો. ત્યારે દૃીપડાએ આ પિતાને છોડીને તેમના પુત્ર પર જીવલેણ હુમલો કરતા વાતાવરણ ભયાનક બની ગયું હતું.

બાદૃમાં પોતાના પુત્રને દીપડાના જડબામાં ફસાયેલો જોઈ વૃદ્ધ પિતામાં જાણે શક્તિનો સંચાર થયો હોય તેમ, તેમણે ડર્યા વગર પુત્રનો જીવ બચાવવા દીપડા પર જ હુમલો કર્યો હતો. બાબુભાઈએ પોતાના પાસે રહેલા ભાલા અને દૃાતરડા વડે દૃીપડા પર પ્રહાર કર્યા હતા. જેથી લાંબો સમય ચાલેલા આ લોહિયાળ જંગના અંતે દીપડાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે ગીર સોમનાથના ઇતિહાસમાં સ્વબચાવમાં દીપડાને મારવાની આ પ્રથમ ઘટના હોવાનું મનાય છે.

નોંધનીય છે કે, આ સંઘર્ષ ભરી ઘટનામાં બાબુભાઈ અને તેમનો પુત્ર બંનેને ગંભીર રીતે ઈજાઓ પહોંચી છે, જેથી ગંભીર રીતે ઘાયલ આ બંનેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે તાત્કાલિક ઉનાની સરકારી હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે ઘટનાની જાણ થતા જ વન વિભાગનો કાફલો સ્થળ પર દૃોડી આવ્યો છે અને દીપડાના મૃતદૃેહને પોસ્ટમોર્ટમ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો છે.