પાટણમાં કોંગ્રેસ આંતરિક વિવાદનો અંત,જીગ્નેશ મેવાણી સામેનું પુતળા દહન મુલતવી

આખો દૃેશ રાષ્ટ્રીય તહેવારની ઉજવણીમાં વ્યસ્ત હતો,ત્યારે વડગામના કોંગ્રેસના ધારાસભ્યના એક નિવેદને આગમાં ઘી ઉમેર્યું. વીર મેઘમાયા સાતમની ઉજવણી દરમિયાન, અનુસૂચિત જાતિના નેતા હિતેન્દ્ર પીઠાડિયાને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. ત્યારબાદ સ્થાનિક પાટણ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

જોકે, અનુસૂચિત જાતિના નેતાને મળેલી જાનથી મારી નાખવાની ધમકીઓ અંગે બે કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચેનો વિવાદ હવે ઉકેલાઈ ગયો છે. સામાજિક સૌહાર્દૃ અને શાંતિ જાળવવા માટે પાટણમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે પુતળા દહનનો આયોજિત વિરોધ મુલતવી રાખવામાં આવ્યો છે. કોંગ્રેસ હાઇકમાન્ડ અને સ્થાનિક નેતાઓ વચ્ચેની બેઠક બાદૃ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

હિતેન્દ્ર પીઠાડિયાને ધમકીઓ મળ્યા પછી સમગ્ર વિવાદૃ શ‚ થયો હતો. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આ ઘટના અંગે આક્રમક નિવેદૃનો આપ્યા હતા, જેનાથી પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને તેમના સમર્થકો ગુસ્સે થયા હતા. જ્યારે બંને ધારાસભ્યો એકબીજા સામે આવ્યા, ત્યારે કોંગ્રેસ પક્ષમાં આંતરિક જૂથવાદૃ સપાટી પર આવ્યો. કિરીટ પટેલના સમર્થકો અને વિવિધ સમુદૃાયના યુવાનો મેવાણીથી નારાજ હતા, જેના કારણે પાટણમાં પુતળા દૃહનનો વિરોધ કરવામાં આવ્યો.

પાટણમાં તણાવને જોતાં, કોંગ્રેસ હાઇકમાન્ડ સક્રિય થઈ ગયું. જિલ્લામાં વર્ગ સંઘર્ષ અટકાવવા અને સામાજિક એકતા જાળવવા માટે પાર્ટીના ટોચના નેતાઓ અને વિવિધ સમુદૃાયોના પ્રતિનિધિઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. ચર્ચાના અંતે સમાધાનકારી અભિગમ અપનાવવામાં આવ્યો હતો. નેતૃત્વએ વિનંતી કરી હતી કે વિવાદ વધુ વધે તે પહેલાં આ મામલો ઉકેલી લેવામાં આવે.

કિરીટ પટેલના સમર્થકો અને સ્થાનિક કાર્યકરોએ જણાવ્યું હતું કે પાટણ અને ગુજરાતના હિતમાં અને સામાજિક સૌહાર્દૃ જાળવવા માટે હાલ પૂરતો વિરોધ કાર્યક્રમ રદૃ કરવામાં આવ્યો છે. તમામ સંગઠનો અને કાર્યકરોને આ ફેરફારની નોંધ લેવા કહેવામાં આવ્યું છે. આ નિર્ણયનો હેતુ બે કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે જાહેર મુકાબલો અટકાવવાનો છે.