જામનગર-રાજકોટ હાઇવે પર બસ, ઓક્સિજન ટેક્ધર વચ્ચે સર્જાયો અકસ્માત, મુસાફરો સુરક્ષિત

આજે સવારે જામનગર-રાજકોટ હાઇવે પર ખીજડિયા બાયપાસ નજીક એક પ્રવાસી બસ અને ઓક્સિજન ટેક્ધર વચ્ચે ટક્કર થઈ હતી. બસ રસ્તા પરથી ઉતરી ગઈ હતી, પરંતુ તેમાં સવાર તમામ ૩૬ મુસાફરો સુરક્ષિત છે.આ અકસ્માત સવારે ૫:૫૫ વાગ્યાની આસપાસ થયો હતો. અડાલજથી જામનગર તરફ જતી બસ નંબર જીજે-૦૩ -એઝેડ-૦૬૪૨ એક ઓક્સિજન ટેક્ધર સાથે અથડાઈ હતી, જેના કારણે બસ રસ્તા પરથી ઉતરી ગઈ હતી અને એક તરફ નમેલી હતી.

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દૃોડી ગઈ હતી. ફાયર ઓફિસર ઉમેદૃ ગામેતી, રાકેશ ગોકાણી, કામિલ મહેતા અને જયંતિ ડામોર સહિતની ટીમે બસમાં ફસાયેલા તમામ ૩૬ યાત્રાળુઓને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા.

આ અકસ્માતમાં કોઈ મુસાફરોને ઈજા કે મૃત્યુ થયું નથી. પંચકોશી એ ડિવિઝન પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થાપિત કરી હતી. પોલીસ ઘટનાની વધુ તપાસ કરી રહી છે.