કાલોલ મલાવ ચોકડી પાસે ડમ્પરની અડફેટે બાઈક ચાલકનુ મોત

કાલોલ-હાલોલ હાઈવે સ્થિત મલાવ ચોકડી પાસે ડમ્પર ચાલકે બાઈકને અડફેટમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલકનુ મોત નીપજયું હતુ.

કાલોલ તાલુકાના કરાડા ગામના વિજય મથુરભાઈ સોલંકી(ઉ.વ.44)હાલોલ જીઆઈડીસી સ્થિત ખાનગી કંપનીમાં નાઈટ શિફ્ટ્માં નોકરી કરવા માટે ધરેથી બાઈક લઈ નીકળ્યા હતા. તે સમયે સાંજના સમયે કાલોલ-હાલોલ હાઈવે સ્થિત મલાવ ચોકડી પાસેથી પસાર થતાં સમયે મલાવ ચોકડીથી થોડે આગળ કાલોલથી હાલોલ તરફ જતાં હાઈવે ઉપર વિજય સોલંકીની બાઈકને પાછળથી પુરઝડપે આવેલ ડમ્પરે ટકકર મારતા સર્જાયેલા અકસ્માતમાં વિજયભાઈ સોલંકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમને તાત્કાલિક કાલોલ રેફરલમાં ખસેડાયા હતા. અને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધું સારવાર માટે ગોૈત્રી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જયાં ટુંકી સારવાર બાદ મોત નીપજયું હતુ. અકસ્માત અંગે પરિવારજનોએ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે પોલીસે ફરિયાદ નોંધી નાસી છુટેલા ડમ્પર ચાલક વિરુદ્ધ આગળ તપાસ હાથ ધરી હતી.