બોડેલીના ઢોકલીયા રેલ્વે ફાટક પર ઓવરબ્રિજનુ કામ ચાલુ થતાં પહેલા જ ઠપ્પ

–વીજ લાઈન અને વૃક્ષ કટિંગની પરમીશનની અડચણ

બોડેલીના ઢોકલીયા રેલ્વે ફાટક પર ઓવરબ્રિજનુ કામ ચાલુ થતાં પહેલા જ ઠપ્પ થયુ છે. વીજ લાઈન અને વૃક્ષની પરમીશન અડચણ રૂપ થતાં કામગીરી ચાલુ થઈ નથી. જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

છોટાઉદેપુર-વડોદરાને જોડતા રાજયના મહત્વના માર્ગ પર આવેલા ઢોકલીયા રેલ્વે ફાટક ખાતે રૂ.53 કરોડના ખર્ચે બનનાર રેલ્વે ઓવરબ્રિજનુ કાર્ય શરૂઆત પહેલા જ અટવાયુ છે. વડાપ્રધાનના હસ્તે ખાતામુર્હુત કર્યા બાદ રસ્તા બાજુ આવેલી વીજ લાઈન શિફટીંગ ન થવાથી તેમજ જંગલ ખાતાથી વૃક્ષ કાપવાની મંજુરી નહિ મળતા કામગીરી આગળ વધી શકી નથી. દિવસ દરમિયાન રેલ્વે ફાટક 8 થી 10 વખત સુધીબંધ થવાની બંને બાજુ વાહનોની લાંબી લાઈનો લાગે છે.જેથી કલાકો બંધ સુધી ટ્રાફિક જામ રહેતા વાહનચાલકોનો સમય, ઈંચણ તથા તકલીફ વેઠી રહ્યા છે. આ રેલ્વે ઓવરબ્રિજ માટે 1/5/25ના રોજ એજન્સીને વર્કઓર્ડર આપ્યો હતો. વડાપ્રધાનનો દાહોદના કાર્યક્રમ દરમિયાન ખાતામુર્હુત કરાયુ હતુ. તેમ છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વારંવાર જાણ કરવા છતાં વીજ વિભાગે લાઈન શિફટીંગ કર્યુ નથી. અને જંગલ ખાતાએ વૃક્ષ કાપવાની પરમીશન આપી નથી.આ પરિસ્થિતિને લઈ ટ્રાફિક ડાયવર્ઝન બનાવી શકાતુનથી. આખી કામગીરી અટવાઈ ગઈ છે. ઓવરબ્રિજ કાર્ય લટકતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.