
રેલવે વિભાગના ઙછઘ અનુભવ સક્સેનાએ છોટાઉદેપુર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે છોટાઉદેપુર-ધાર રેલવે લાઇનના કામકાજ અંગે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી.
આ રેલવે લાઇન ગુજરાત અને મધ્યપ્રદેશના આદિવાસી પટ્ટાને જોડવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહી છે. હાલમાં, મધ્યપ્રદેશના જોબટ સુધી ટ્રેન સેવા કાર્યરત છે. બાકી રહેલી લાઇનનું કામ પણ ઝડપથી પૂર્ણ કરવા માટે રેલવે વિભાગ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઙછઘ સક્સેનાએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ પ્રગતિમાં છે અને વહેલી તકે પૂર્ણ થશે.