પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ હેઠળના આણંદ-ગોધરા સેક્શન પર એન્જિનિયરિંગ કાર્યને કારણે 25 નવેમ્બરે કેટલીક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરાયો છે. આ કામગીરી ઓડ-ડાકોર સ્ટેશનો વચ્ચેના બ્રિજ નંબર 32 ડાઉનલાઇન પર હાથ ધરાશે.
આ ફેરફારો અંતર્ગત, ટ્રેન નંબર 69189 આણંદ-ગોધરા મેમુ ટ્રેન રદ રહેશે. જ્યારે ટ્રેન નંબર 69147 આણંદ-ગોધરા મેમુ ટ્રેન તેના નિર્ધારિત સમય કરતાં 30 મિનિટ મોડી દોડશે. રેલવે વિભાગ દ્વારા જારી કરાયેલી પ્રેસનોટ મુજબ, આ આવશ્યક એન્જિનિયરિંગ કામગીરી માટે બ્લોક લેવામાં આવ્યો છે. રેલવે વિભાગે મુસાફરોને તેમના પ્રવાસનું આયોજન કરતી વખતે આ ફેરફારોને ધ્યાનમાં લેવા અપીલ કરી છે.