મહીસાગર જીલ્લાના વિરપુર તાલુકાની બી.આર.પટેલ હાઈસ્કુલ, કોયડમ ખાતે મહીસાગર જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત ઙઘઈજઘ અભિં 2012, ગુડ ટચ બેડ ટચ અને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 અન્વયે જાગૃત્તિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ સેમિનારમાં મહિલા અને બાળ અધિકારી દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા કલ્યાણ અને સુરક્ષાને લગતી યોજનાઓ વિષે સંબોધન આપવામાં આવ્યુ હતું, ઉપરાંત બાળ સુરક્ષા આધિકારી દ્વારા ઙઘઈજઘ અભિં 2012, બાળ અધિકારો અને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ તેમજ અન્ય ઉપસ્થિત અતિથિ સામાજીક કાર્યકર સોનલબેન પંડ્યા દ્વારા દીકરીઓએ પોતાના માટે સુરક્ષા અને સલામતી અંગે ધ્યાનમાં રાખવાની થતી મહત્વની બાબતો તેમજ ઙઇજઈ કાઉન્સેલર દ્વારા દીકરીઓને ગુડ ટચ બેડ ટચ વિશે માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યુ હતું.
ઉલ્લેખનિય છે કે, હાજર રહેલ સૌ લોક દ્વારા નશા મુક્ત ભારત અભિયાનના શપથ લેવામાં આવ્યા હતા. જેમાં મહિલા અને બાળ અધિકારી, કોયડમ વિભાગીય કેળવણી મંડળના પ્રમુખ,બાળ સુરક્ષા અધિકારી, સમાજીક કાર્યકર સોનલબેન પંડ્યા, શાળાના પ્રિન્સીપાલ તેમજ અન્ય અધિકારી/કર્મચારીઓ તથા શાળાની વિદ્યાર્થિનીઓ ઉપસ્થિતિ રહી હતી.