મોરવા(હ) તાલુકાના નાટાપુર ગામે નાગધરી પાસે રોડ ઉપરથી પસાર થતી ફોર વ્હીલ ગાડીના એન્જીનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. જોતજોતામાં કારમાં ચારે તરફ આગ ફેલાઈ ગઈ હતી. ચાલક સમય સુચકતા વાપરી બહાર નિકળી જતાં આબાદ બચાવ થયો હતો.
મોરવા(હ) તાલુકાના નાટાપુર ગામે નાગધરી પાસે રોડ ઉપરથી ફોર વ્હીલ કાર નંબર જીજે.09.બીએલ.2211ના ચાલક ગોધરા થી કુવાઝર ગામે આવતા હતા. ત્યારે કારના એન્જીનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. ચાલકે ફોર વ્હીલ સાઈડમા ઉભી રાખી નીચે ઉતરી ગયા હતા અને કારમાં ચારેબાજુથી આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.