મોરબીના હળવદમાં ૩૪૪ વીઘા સરકારી જમીન કૌભાંડ, ૪ આરોપી ઝડપાયા

ગુજરાતમાં જમીન કૌભાંડના કેસો સતત સામે આવી રહ્યા છે. તાજેતરમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં મોટું જમીન કૌભાંડ ઝડપાયું છે, જેમાં આરોપીઓએ નકલી દસ્તાવેજો અને ખોટા રબ્બર સ્ટેમ્પનો ઉપયોગ કરીને કુલ ૩૪૪ વીઘા (આશરે ૧૩૮ એકર) સરકારી જમીન પોતાના નામે કરી લીધી હતી. આ જમીનની કિંમત આશરે ૩૦ કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન છે.આ કેસમાં હળવદના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર અલ્કેશ ભટ્ટે બે મહિલા સહિત કુલ ૯ વ્યક્તિઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અત્યાર સુધીમાં ૪ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી સહિત અન્ય ફરાર છે.

આરોપ છે કે આરોપીઓએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામોમાં આવેલી સરકારી જમીનને ટાર્ગેટ કરી હતી. તેમણે સરકારી કચેરીઓ ના ખોટા રબ્બર સ્ટેમ્પ બનાવ્યા, અધિકારીઓની નકલી સહીઓ કરી અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને આ જમીન પોતાના નામે ટ્રાન્સફર કરાવી લીધી હતી

આ કેસમાં, જમીન કૌભાંડના સંદર્ભમાં બે મહિલાઓ સહિત નવ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ચાર આરોપીઓ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. આ કૌભાંડ બનાવટી રબર સ્ટેમ્પ અને અધિકારીઓની નકલી સહીઓ સાથે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને આચરવામાં આવ્યું હતું. બનાવટી દસ્તાવેજ પણ રદ કરવામાં આવ્યો છે.