ભાવનગર: અસામાજિક તત્વોના હુમલાને લઇ કોળી સમાજ મેદાને

ભાવનગર જિલ્લાના બગદાણા વિસ્તારમાં અસામાજિક તત્વોના હુમલા (ટ્ઠંંટ્ઠષ્ઠાજ) ના મામલે કોળી સમાજ મેદાને ઉતર્યો છે. બગદાણામાં નવનીતભાઈ પર અસામાજિક તત્વોએ હુમલો કરતા સમગ્ર કોળી સમાજમાં રોષ ફેલાયો છે. ઘટનાની જાણ થતા કોળી સમાજના આગેવાન હીરા સોલંકી પીડિત નવનીતભાઈની મુલાકાતે પહોંચ્યા હતા.

આ દરમિયાન હીરા સોલંકીએ જણાવ્યું હતું કે, કોળી સમાજ પર થયેલા કોઈપણ પ્રકારના અત્યાચાર કે હુમલાને સાખી લેવામાં નહીં આવે. સમાજ અને સમાજના આગેવાનો હંમેશા પીડિતની સાથે ઉભા રહેશે તેમ તેમણે સ્પષ્ટ કર્યું. વધુમાં તેમણે જણાવ્યું કે, તેઓ અને તેમના મોટા ભાઈ પરસોત્તમ સોલંકી આ મામલે ઉચ્ચ સ્તરે રજૂઆત કરશે.

હીરા સોલંકીએ કહ્યું કે, સોમવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીને મળીને પીડિત નવનીતભાઈને ન્યાય મળે તે માટે રજુઆત કરવામાં આવશે. પીડિતને ન્યાય અપાવવા માટે કોળી સમાજ તમામ પ્રયાસો કરશે તેવી પણ તેમણે ખાતરી આપી.