જૂનાગઢ મહાનગરપાલિકાના મેલેરિયા અધિકારી સામે અપ્રમાણસર મિલક્તનો ગુનો નોંધાયો

જૂનાગઢ મહાનગરપાલિકાની મેલેરિયા શાખામાં બાયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા અધિકારી હરસુખ ફુલાભાઈ રાદડિયા સામે ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ અપ્રમાણસર મિલક્તના આરોપ હેઠળ ગુનો નોંયો છે.એસીબીની તપાસમાં ખુલ્યું છે કે, અધિકારીએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને આવક કરતાં ૬૨.૮ ટકા વધુ સંપત્તિ મેળવી છે, જેની કુલ કિંમત આશરે રૂ. ૧.૭૪ કરોડ છે.

એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. કરમુર દ્વારા જૂનાગઢ છઝ્રમ્ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઇઆર અનુસાર, વર્ષ ૨૦૨૦માં જૂન મહિનામાં અમદાવાદ એસીબીને એક અરજી મળી હતી. આ અરજીના આધારે તપાસ જૂનાગઢ એસીબીને સોંપવામાં આવી. અધિકારી હરસુખ રાદડિયા અગાઉ વર્ષ ૨૦૦૯થી જૂનાગઢ અને પોરબંદર જિલ્લા પંચાયતની મેલેરિયા શાખામાં ફરજ બજાવતા હતા, અને હાલ જૂનાગઢ મહાનગરપાલિકામાં બાયોલોજિસ્ટ તરીકે કાર્યરત છે. તપાસ દરમિયાન વર્ષ ૨૦૦૯થી ૨૦૨૧ સુધીના ૧૨ વર્ષના સમયગાળાની આવકના ોત, ખર્ચ અને મિલક્તોની વિગતો એકત્ર કરવામાં આવી. આમાં અધિકારીના પગાર અને ભથ્થાની વિગતો,બેંક એકાઉન્ટના સ્ટેટમેન્ટ,સબ-રજિસ્ટ્રાર કચેરીમાંથી અધિકારી અને તેમના પરિવારના નામે નોંધાયેલી મિલક્તોના દસ્તાવેજોની માહિતીનો મળી આવી હતી.

આ તમામ વિગતોને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની ગાઇડલાઇન્સ મુજબ એ બી સી ડી પત્રકો તૈયાર કરીને ગણતરી કરવામાં આવી. પરિણામે, અધિકારી પાસે રૂ. ૧,૭૪,૩૨,૦૮૫ની અપ્રમાણસર મિલક્ત હોવાનું જાણવા મળ્યું હતું.