“૪૫ કરોડથી વધુ નોકરીઓ અને લાખો વ્યવસાયો જોખમમાં, મોદી જવાબદાર છે; રાહુલ ગાંધી

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદૃ રાહુલ ગાંધીએ ફરી એકવાર સરકારને કઠેડામાં મૂકવાનો પ્રયાસ કર્યો છે. તેમણે તેમના એકસ હેન્ડલ પર એક વિડિઓ ક્લિપ શેર કરી છે. રાહુલ ગાંધીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓનો ઉલ્લેખ કરીને ભારત પર થતી કથિત પ્રતિકૂળ અસરો પર પ્રકાશ પાડ્યો. તેમણે કહૃાું કે ટેરિફ દૃેશમાં લાખો નોકરીઓ અને વ્યવસાયોને જોખમમાં મૂકી રહૃાા છે. કોંગ્રેસના સાંસદૃે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારે લોકોને રાહત આપવા માટે અસરકારક નિર્ણયો લીધા નથી.

રાહુલે પોતાની પોસ્ટમાં હેશટેગનો પણ ઉપયોગ કર્યો. આ ટિપ્પણી આગામી તમિલનાડુ વિધાનસભા ચૂંટણી સાથે જોડવામાં આવી રહી છે. રાહુલે કહૃાું, “૪૫૦ મિલિયન+ નોકરીઓ અને લાખો વ્યવસાયો જોખમમાં છે, મોદી જવાબદાર છે”; રાહુલે યુએસ ટેરિફ અને અર્થતંત્ર પર વાત કરી.

નોંધનીય છે કે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ પાર્ટીના ઘણા નેતાઓ પીએમ મોદૃીની આર્થિક નીતિઓની ટીકા કરતા રહૃાા છે. અગાઉ, જ્યારે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કર્યું હતું, ત્યારે તેમણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન જેવા વ્યક્તિઓ સાથે રાષ્ટ્રીય અને વૈશ્ર્વિક અર્થતંત્રને લગતા વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. આ ચર્ચાઓ દરમિયાન, સરકારના નિર્ણયોની ટીકા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.