
નર્મદા જિલ્લાના સાગબારા અને ઉમરપાડાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીનના પ્રશ્ર્નોને લઈને ચાલી રહેલું વિરોધ પ્રદૃર્શન આખરે સુખદ અંજામ સુધી પહોંચ્યું છે. સાંસદ મનસુખ વસાવાની મધ્યસ્થતા અને રાજ્ય સરકાર સાથેની સફળ બેઠક બાદ ગાંધીનગરથી બે મંત્રીઓ પોતે સાગબારા પહોંચ્યા હતા. મંત્રીઓએ ખેડૂતોની રજૂઆતો સાંભળીને પુરાવાના આધારે પ્રશ્ર્નોના ઉકેલની ખાતરી આપતા મનસુખ વસાવાએ ખેડૂતોને પારણા કરાવીને ૨૪ દિવસથી ચાલતા ધરણાનો અંત આણ્યો હતો.
ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી સાથે સાંસદ મનસુખ વસાવાની યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ સરકારે ત્વરિત પગલાં લીધા હતા. આ બેઠકના પરિણામે વનમંત્રી પ્રવીણ માળી અને જિલ્લા પ્રભારી તથા રાજ્યમંત્રી ઈશ્ર્વર પટેલ પોતે સાગબારા ખાતે ૧૨ ગામના આદિૃવાસી ખેડૂતોની વચ્ચે પહોંચ્યા હતા. લાંબા સમયથી ચાલી રહેલા જમીનના દૃાવાઓ અને પેન્ડિંગ પ્રશ્ર્નો અંગે મંત્રીઓએ ખેડૂતો સાથે સીધી ચર્ચા કરી હતી.
આ મુલાકાત દરમિયાન નક્કી કરવામાં આવ્યું કે, સાગબારા અને આસપાસના વિસ્તારોમાં પેન્ડિંગ રહેલા અંદૃાજે ૮૦ હજાર જેટલા જમીનના દાવાઓ અંગે પુરાવાના આધારે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. જે ખેડૂતો પાસે જમીન ખેડાણના સાચા પુરાવાઓ હશે તેમને નિયમ મુજબ ખેડાણ માટે મંજૂરી આપવાની ખાતરી આપવામાં આવી છે. સરકારના આ સકારાત્મક વલણ અને મંત્રીઓની સીધી મુલાકાતથી ખેડૂતોમાં સંતોષની લાગણી ફેલાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, આદિૃવાસી ખેડૂતો પોતાના હક્ક માટે સતત ૨૪ દિૃવસથી ધરણા પર બેઠા હતા. વિવાદ ઉકેલવાની દિશામાં આગળ વધતા લીલા વસાવાના આહ્વાન બાદ ખેડૂતોએ જંગલ જમીનનું ખેડાણ પણ શ કર્યું હતું. મંત્રીઓ દ્વારા પ્રશ્ર્નોના કાયમી ઉકેલની ખાતરી મળ્યા બાદૃ સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં આદિવાસી ખેડૂતોએ પારણા કર્યા હતા, જેને પગલે સાગબારાના આ જંગલ જમીન વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે.