૧૨ જાન્યુઆરીએ લગ્ન, અને ૨૫ જાન્યુઆરીએ આપઘાત ૧૩ દિવસમાં એવું તો શું બન્યું કે બિલ્ડર પુત્રને મોત મીઠું કરવુ પડ્યું

ગાંધીનગરના બિલ્ડરના પુત્ર ઋષભ પટેલના આપઘાત કિસ્સો હાલ ચર્ચમાં આવ્યો છે. માત્ર ૧૩ દિવસના લગ્નજીવનમાં એવું તો શું થયું કે બિલ્ડર પુત્રને મોતનો રસ્તો અપનાવવો પડ્યો. સાથે જ બિલ્ડર પુત્રએ નવપરણીત પત્નીના નામે એક સ્યૂસાઈડ નોટ પણ છોડી છે.

ગત ૧૨ જાન્યુઆરીના રોજ ગાંધીનગરના સુઘડના બિલ્ડર પ્રવીણભાઈ પટેલા પુત્ર ઋષભ પટેલના લગ્ન થયા હતા. તેના બાદ ૨૫મી જાન્યુઆરીએ ઋષભ પટેલ ગુમ તયો હતો. તેના બાદ ૨૮મીએ ઋષભ પટેલનો મૃતદૃેહ કેનાલમાંથી મળ્યો હતો. મૃતકની ગાડીમાંથી મળેલી સ્યુસાઈટ નોટમાંથી મોટો ખુલાસો થયો છે. ૧૩ દિવસ પહેલા જેની સાથે લગ્ન કર્યા તે પત્નીને સંબોધીને ઋષભે સ્યૂસાઈડ નોટ છોડી છે.

સ્યૂસાઈડ નોટના આધારે ગાંધીનગર પોલીસે ફરિયાદ નોંધી છે. જેમાં કલ્પેશ ઉર્ફે તલાટી અંબાલાલ પટેલ, મનીષ ઉર્ફે સ્પલેન્ડર સોમાભાઈ પટેલ, ક્રિશાલ ઉર્ફે વિક્રમ પટેલ અને મહિપાલિંસહ સામે ફરિયાદૃ નોંધાઈ છે. જેમાં પૂર્વ કોર્પોરેટર તારાબેન પટેલનો પુત્ર મનીષ હોવાની માહિતી છે. જોકે, સમગ્ર કેસમાં હાલ મહિપાલિંસહ પકડાયા છે, તો અન્ય ત્રણ આરોપી ફરાર છે.

સમગ્ર મામલે ઋષભ પટેલના પિતા પ્રવીણભાઈએ કહૃાું કે, ઋષભ પટેલે આત્મહત્યા પહેલા ૪ લોકોના નામ સ્યૂસાઈડ નોટમાં લખ્યા છે. મુખ્ય ચારેય આરોપીઓ ગેંગ ચલાવે છે. ઋષભ જેમ ઘણા લોકોને આ ગેંગે ફસાવી છે. લેતીદૃેતીના મામલે ઋષભ પટેલને આરોપીઓ ટોર્ચર કરતા હતા. તેથી અમારી તંત્ર પાસે માગણી છે કે આરોપીઓ ને સખત સજા કરવામાં આવે.

હેલી બેટા ખુશ રહેજે મને તારાજ માણસોએ મરવા માટે મજબુર કર્યો છે એમને સજા અપાવજે. તથા બીજા પેજ ઉપર લખાણ લખેલ હતુ કે, કલ્પેશભાઈ (તલાટી) એ અત્યાર સુધી શાંતીથી વાત પતાવી હોત તો અત્યારે બધુ પતિ ગયુ હોત પરંતુ એમને મનિષભાઇ સ્પલેન્ડરને શું કરવા વચ્ચે લાવવા પડે અને બજાર વચ્ચે માર્યો છે તો મને કોઇ વ્યવહારીક અધિકારી આનો પી.એસ.આઈ, પી.આઈ હશે તો અમને બધાને ભજાર વચ્ચે મારવામાં આવે તો મારી આત્માને શાંતિ મળશે કેમ કે આ બધા ચિલોડામાં રહીને આજ ધંધો કરે છે સારા માણસ છોકશને જોઇને બસ મારી નાખવાની ધમકી આપે છે જેથી હું કંટાળી આ પગલુ ભરૂ છું. મામાને મારા તરફથી સતકેવલ સાહેબ, પપ્પાને જય વલ્લાવાળા દૃેવ, મમ્મીને જય વલ્લાવાળા દૃેવ, આર્યનને જય વલ્લાવા ળા દૃેવ, હેલીને જય જોગણીમાં, દૃાદૃાને જય શ્રી રામ, દૃાદૃીને જય શ્રી રામ, હરી ઓમ”

મૃતકના પિતા પ્રવીણ પટેલે સમગ્ર મામલે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ૪ ઈસમો સામે ફરિયાદૃ નોંધાવી છે. ઇન્ફોસિટી પોલીસે ક્રાઇમબ્રન્સ અને ર્જખ્તની મદદ લઈ ફરાર ચારેય આરોપીઓને શોધવા ટીમો બનાવી.