
વિરપુર તાલુકાના કોયડમ ગ્રામ પંચાયત વિસ્તારમાં દાંતિયાથી સ્મશાન તરફ જતો રસ્તો અત્યંત ખરાબ હાલતમાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. વરસાદી મોસમમાં રસ્તો કાદવથી ભરાઈ જતાં અંતિમયાત્રા લઈ જવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, મૃતદેહને ખભા પર લઈને કાદવ અને પાણીમાંથી પસાર થવાની ફરજ પડે છે. આવા સમયે શોકગ્રસ્ત પરિવારજનોને ભારે હાલાકી વેઠવી પડે છે.

સ્થાનિકોની માંગ છે કે, સંબંધિત ગ્રામ પંચાયત અને જીલ્લા તંત્ર તાત્કાલિક ધ્યાન આપી સ્મશાન સુધીનો રસ્તો પેવર બ્લોક અથવા પાકો બનાવી આપે, જેથી અંતિમવિધિ માટે જતાં લોકોને મુશ્કેલી ન પડે.”વિકાસના દાવાઓ વચ્ચે સ્મશાન સુધીનો રસ્તો પણ જો બિસ્માર હોય, તો તે ચિંતાનો વિષય છે.