પેટ્રોલ પંપ મંજૂર કરાવાના બહાને લીમડીના વેપારી પાસેથી ૭.૧૮ લાખથી વધુ રૂ. ખંખેર્યા

જુદા જુદા નંબરના સીમવાળા બે મોબાઈલ ધારકોએ ભારત પેટ્રોલિયમ કંપનીનો પેટ્રોલ પંપ મંજુર કરાવી આપવાને બહાને લીમડીના એક વેપારી પાસેથી જુદા જુદા ચાર્જના નામે ‚પિયા ૭.૧૮ લાખથી વધુની માતબર રકમ તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી પડાવી લઈ, પેટ્રોલ પંપ મંજૂર નહીં કરાવી છેતરપિંડી વિશ્ર્વાસઘાત કર્યાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર ૮૦૯૭૫ ૬૨૧૪૮, નંબરના મોબાઈલ ફોન ધારક તથા ૭૭૮૧૦૫૫૯૧૨ નંબરના મોબાઈલ ફોન ધારક એમ બંને જણાએ તારીખ ૦૫-૦૬-૨૦૨૬ નારોજ બપોરના સવા વાગ્યાથી તારીખ ૧૪-૦૭-૨૦૨૬ ના રોજ સાંજના ચાર વાગ્યા સુધીના સમયગાળામાં દરમિયાન ગોવિંદ ગુ‚ લીમડી તાલુકા મથક એવા લીમડી ગામે નવા બજાર ગોધરા રોડ પર રહેતા દિવ્યેશકુમાર રાજેન્દ્રભાઈ સોની નામના ૪૨ વર્ષીય વેપારીને ભારત પેટ્રોલિયમ કંપનીનો પેટ્રોલ પંપ મંજૂર કરાવી આપવાના બહાને ઈ- મેઈલ આઈડી bhaa paroleum corpoAµaionragistAµaion.in મારફતે ભારત પેટ્રોલિયમ કંપનીના પેટ્રોલ પંપનું કોટેશન મોકલી વિશ્ર્વાસમાં લઈ રજીસ્ટ્રેશન ફી ચાર્જ તથા દ્રઝ ચાર્જના નામે તેમના બેક એકાઉન્ટમાં કુલ ‚પિયા ૭,૧૮,૪૫૦/-જેટલી માતબર રકમ ટ્રાન્સફર કરાવી પડાવી લીધી હતી. પરંતુ પેટ્રોલ પંપની મંજૂરી નહીં મળતા દિવ્યેશકુમાર સોનીએ ઉપરોક્ત બે મોબાઈલ ધારકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓના મોબાઈલ સ્વીચ ઓફ આવતા દિવ્યેશકુમાર સોનીને પોતે ઠગાયા હોવાનો અહેસાસ થયો હતો. જેથી દિવ્યેશકુમાર રાજેન્દ્રભાઈ સોનીએ આ મામલે સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ઉપરોક્ત નંબર વાળા મોબાઈલ ફોન ધારકો વિ‚દ્ધ ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ ૩૧૯(૨), ૩૧૮(૪), ૯૧ (૨) તથા આઈ.ટી એક્ટ કલમ ૯૯ (સી), ૯૯(ડી) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.