
ગુજરાતમાં વર્ષ ૨૦૨૭માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકીય ગતિવિધિઓ તેજ થવા લાગી છે. આ દરમિયાન પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા આગેવાન વરુણ પટેલની એક સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં આવી છે. તેમણે આગામી દિવસોમાં ગુજરાતમાં નવી ક્રાંતિ અને પરિવર્તન જાવા મળી શકે તેવો સંકેત આપ્યો છે. એટલું જ નહીં, તેમણે સમય આવે ત્યારે પોતે પણ ચૂંટણી લડશે તેમ જણાવ્યું છે. વરુણ પટેલની આ પોસ્ટ અને નિવેદનને પગલે રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.
લગભગ એક દાયકા પહેલાં ગુજરાતમાં થયેલા પાટીદાર અનામત આંદોલનમાં અનેક યુવા આગેવાનો સક્રિય થયા હતા. આ આંદોલન બાદ રાજ્યના રાજકારણમાં પણ તેની ચર્ચા અને અસર જાવા મળી હતી. હવે ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આંદોલન સાથે સંકળાયેલા કેટલાક આગેવાનોની સોશિયલ મીડિયા પોસ્ટ અને નિવેદનો ચર્ચામાં આવ્યાં છે. વરુણ પટેલે પણ આગામી દિવસોમાં કંઈક નવું જાવા મળી શકે તેવો સંકેત આપ્યો છે. તેમના નિવેદનથી નવી રાજકીય પહેલ, નવા નેતૃત્વ અથવા કોઈ પરિવર્તન અંગે અટકળો શરૂ થઈ છે. જાકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
વરુણ પટેલે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં નવી ક્રાંતિ અથવા પરિવર્તન જાવા મળી શકે છે. પાટીદાર આંદોલન બાદના ૧૦થી ૧૨ વર્ષમાં ઘણું બદલાઈ ગયું છે. એઆઈના યુગમાં હવે નવી અને અપડેટેડ ક્રાંતિ જાવા મળી શકે છે. આ સાથે તેમણે નવા નેતૃત્વનો પણ સંકેત આપ્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, થોડી રાહ જાશો તો ગુજરાતમાં નવું પરિવર્તન જાવા મળશે. તેમના આ નિવેદનથી આગામી દિવસોમાં તેઓ કઈ દિશામાં આગળ વધશે તે અંગે ચર્ચા શરૂ થઈ છે.
વર્ષ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવવાના સવાલ પર વરુણ પટેલે જણાવ્યું હતું કે, તેઓ પણ ચૂંટણી લડશે, પરંતુ સમય આવે ત્યારે. તેમણે પોતાની વાત રજૂ કરતાં કહ્યું હતું કે, “ગુજરાતમાં અભણ લોકો ચૂંટણી લડતા હોય તો હું તો ભણેલો છું. બેકાર લોકો ચૂંટણી લડતા હોય તો હું વેલ એસ્ટાબ્લશ બિઝનેસમેન છું. ગુજરાતમાં ગુંડાઓ ચૂંટણી લડતા હોય તો હું સમાજનો સૈનિક છું. હું પણ ચૂંટણી લડીશ.” તેમણે દોઢ વર્ષ પહેલાં ગાંધીનગરમાં યોજાયેલી ચિંતન શિબિરનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, તેમાં જે ચહેરાઓ જાવા મળ્યા હતા તે બધા સાથે છે.
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો અને વિવિધ સામાજિક-રાજકીય જૂથોની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા આગેવાનોની સક્રિયતા અને વરુણ પટેલનાં નિવેદનો ચર્ચાનો વિષય બન્યાં છે.