
રાજકીય ગરમાવો વચ્ચે થાળા ગામના અઅઙ કાર્યકર રાજેશ ડામોર સહિત ચાર સામે ચાકલીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો.
ઝાલોદ તાલુકાના વગેલા ગામે 24 નવેમ્બર 2025ની રાત્રે આશરે 10 વાગ્યે થયેલી ઘટનામાં દાહોદ જીલ્લાના ગોવિંદ ગુરૂ લીમડી તાલુકાના થાળા ગામના આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકર રાજેશભાઈ રમેશભાઈ ડામોર અને તેમની સાથેના ત્રણ વ્યક્તિઓ વિરૂદ્ધ ગંભીર આરોપો સાથે ફરિયાદ નોંધાઈ છે.
વગેલા ગામની 50 વર્ષીય મહિલાએ ચાકલીયા પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદ મુજબ, આરોપીઓ રાત્રે તેમના ઘરે પહોંચ્યા હતા અને અમારી છોકરી કેમ સોંપતા નથી, એવું કહી મહિલાને અપશબ્દો બોલી અભદ્ર વર્તન કર્યું હતું. ફરિયાદ મુજબ, મહિલાને શરીરે ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.