તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં સુતારિયા પે-સેન્ટર પ્રાથમિક શાળાનો દબદબો, પ્રથમ સ્થાન સાથે જીલ્લાકક્ષાએ પ્રવેશ

બાલાસિનોર તાલુકા કક્ષાના SGFI રમતોત્સવ અંતર્ગત યોજાયેલી ખો-ખો સ્પર્ધામાં સુતારિયા પે-સેન્ટર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શાનદાર રમત પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. શાળાના કુલ ૨૪ વિદ્યાર્થીઓએ વિવિધ વયજૂથમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સ્પર્ધા દરમિયાન સુતારિયા પે-સેન્ટરની ટીમે ઉત્તમ સંકલન, ઝડપી રમત અને રમતગમતની ભાવનાનું પ્રદર્શન કરતાં પ્રતિસ્પર્ધી ટીમોને પાછળ છોડી તાલુકા કક્ષાનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ વિજય સાથે ટીમે આગામી જીલ્લા કક્ષાની સ્પર્ધા માટે પણ ક્વોલિફાય કર્યું છે.

વિદ્યાર્થીઓની આ સિદ્ધિ પાછળ શાળાના શિક્ષકોની સતત મહેનત,યોગ્ય તાલીમ અને માર્ગદર્શનનો મહત્વનો ફાળો રહ્યો છે. વિજય બાદ શાળા પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. શાળાના આચાર્ય, શિક્ષકો તથા ગ્રામજનોએ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવી જીલ્લાકક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.