સુખસરના એગ્રો સેન્ટરના સંચાલકે ખેડુતને સોયાબીનમાં છાંટવાની ખોટી દવા આપી દેતા પાક બળ્યો

સુખસર તાલુકામાં અડધા ચોમાસાનો સમય વિતવા છતાં સામાન્ય વરસાદથી ખેડતોએ મોંઘા ભાવના ખાતર, બિયારણ લાવી ખેતી કરી ચુકયા છે. તેમજ કેટલાક ખેતરો પાણી વિના જેમના તેમ પડેલા છે. ત્યારે ખેેતીમાં હાલ નિંદામણનો સમય ચાલી રહ્યો છે. તેવા સમયે ધાસ બાળવા માટેની ખેડુતો એગ્રો સેન્ટરમાંથી દવા ખરીદ કરી રહ્યા છે. ત્યારે એગ્રો સેન્ટરના સંચાલકની બેદરકારીના લીધે કેટલાક ખેડુતોના ખેતી પાકો બળી જતા વ્યાપક નુકસાન પહોંચવા પામ્યુ છે. સુખસર ખાતે સંચાલિત એગ્રો સેન્ટર સંચલકો કોઈપણ ગ્રાહકને ખાતર, દવા, બિયારણના બિલ નહિ આપતા હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે.

સુખસર તાલુકાના કાળિયા ગામના નિશાળ ફળિયામાં રહેતા પ્રકાશભાઇ મોતીભાઇ મછાર ખેતીવાડી તથા છુટક મજુરી ધંધો કરીને ગુજરાન ચલાવે છે. જેઓએ પોતાના ખેતરમાં ચાલુ વર્ષે મકાઈ તથા સોયાબીનની ખેતી કરેલ છે. ત્યારે હાલ નિંદામણનો સમય ચાલતો હોય પ્રકાશભાઈએ નિંદામણમાંથી છુટકારો મેળવવા માટે સોયાબીનનો ધાસ બાળવાની દવા સુખસરના આસપુર ચોકડી પાસે આવેલા દિતાભાઈ ચરપોટના એગ્રી બિઝનેસ સેન્ટર બચકરીયા સંચાલિત એગ્રો સેન્ટરમાંથી ખરીદ કરેલ હતો. એગ્રો સેન્ટરના સંચાલકના કહેવા પ્રમાણે આ દવા સોયાબીનની ખેતીમાં છંટકાવ કર્યો હતો. પરંતુ દવા છંટકાવ કરવાના બીજા જ દિવસે ધાસ બળવાના બદલે સોયાબીનની ખેતી જ બળી જવા પામી હતી. ત્યારે પ્રકાશભાઈ મછારે એગ્રો સેન્ટરમાંથી ખરીદ કરેલ દવાના ખાલી ટીન સાથે આવી એગ્રો સંચાલત દીતાભાઈ ચરપોટને ૫ુછપરછ કરતા તેઓએ જણાવેલ કે, આ દવા ડાંગરના છાંટવાની છે તમોએ સોયાબીનમાં કેમ છાંટી…?તેમ જણાવતા ખેડુતો જણાવેલ કે, મેં ચાલુ વર્ષે ડાંગરની ખેતી કરેલ જ નથી. અને અમે સોયાબીનની ખેતીમાં ધાસ સાફ થવા માટેની દવા માંગી હતી. તેમ છતાં તમે આ દવા આપી હતી. અમોને નુકસાન થયુ છે. તેમ જણાવતા એગ્રો સેન્ટર સંચાલકે ખેડુતને ઉડાઉ જવાબો આપી તમારે ફરિયાદ આપવી હોય તો આપીસ દો…તેમ જણાવી કાઢી મુકયા હતા. પરંતુ એગ્રો સેન્ટર સંચાલકે પોતાની ભુલ સ્વિકારી ન હતી. આ બાબતે ખેતીમાં નુકસાનીનો ભોગ બનેલા પ્રકાશભાઈ મછારે સુખસર આસપુર ચોકડી પાસે એગ્રો ચલાવતા સંચાલક દિતાભાઈ ચરપોટની વિરુદ્ધમાં સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી.