
શહેરા તાલુકામાં ખાણ-ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી સામે અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવતા દિન-પ્રતિદિન સફેદ પથ્થર અને રેતીનું ગેરકાયદેસર ખનન બેફામ વધી રહ્યું છે. તાલુકા મથક ખાતે અવારનવાર ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડી અને અધિકારીઓની હાજરી જોવા મળે છે. પરંતુ આશ્ચર્યજનક રીતે, આ ગાડીઓની ચહલપહલ માત્ર ઔપચારિક બની રહી હોય તેમ લાગી રહ્યું છે.
શહેરા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ખનીજ ચોરો બેફામ બન્યા છે. તાલુકામાં દિન-પ્રતિદિન બિનઅધિકૃત રીતે રેતી, સફેદ પથ્થર અને માટી સહિતના ખનીજોનું ગેરકાયદેસર ખનન અને વહન થઈ રહ્યું છે.જીલ્લા ખાણ અને ખનીજ વિભાગ દ્વારા કોઈ જ અસરકારક કે કડક કાર્યવાહી કરવામાં આવી રહી નથી. તંત્રની આ ઢીલી નીતિ અને નિષ્ક્રિયતાને કારણે ખનીજ માફિયાઓ તંત્રને ઘોળીને પી ગયા હોય તેમ નિર્ભય બનીને સરકારી સંપત્તિ લૂંટી રહ્યા છે. તાલુકા મથક ખાતે અવારનવાર ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડી અને અધિકારીઓની હાજરી જોવા મળે છે. પરંતુ આશ્ચર્યજનક રીતે, આ ગાડીઓની ચહલપહલ માત્ર ઔપચારિક બની રહી હોય તેમ લાગી રહ્યું છે. તાલુકામાંથી પસાર થતાં ગેરકાયદેસર ખનીજ ભરેલા ઓવરલોડ ડમ્પરો અને ટ્રેક્ટરો અધિકારીઓની નજર સામેથી પસાર થાય છે, તેમ છતાં તેમની સામે દંડાત્મક પગલાં ભરવામાં આવતા નથી. આ પરિસ્થિતિને જોતાં પ્રજાજનોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું ખનીજ વિભાગ માત્ર દેખાવો કરવા માટે જ તાલુકામાં આવે છે? ખનીજ ભરેલ ઓવરલોડ વાહનોના સતત વાહનવ્યવહારને કારણે તાલુકાના મુખ્ય અવર જવરના તેમજ ગ્રામીણ માર્ગો પણ બિસ્માર બની ગયા છે, જેનાથી સામાન્ય વાહનચાલકો અને ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.હાલમાં લોકોમાં ચર્ચાઇ રહ્યું છે કે , ખનીજ વિભાગની આ પ્રકારની રહસ્યમય ચૂપકીદી પાછળ કોઈ મોટા હિતસંબંધો અથવા તો છૂપો આશીર્વાદ હોવાની આશંકા સેવાઈ રહી છે.સરકારી તિજોરીને કરોડો પિયાનું રોયલ્ટીનું નુકસાન પહોંચાડી રહેલા આ ખનીજ ચોરો એટલા બેફામ બન્યા છે કે તેમને કાયદા કે તંત્રનો સહેજ પણ ડર રહ્યો નથી.
શહેરા તાલુકામાં ભૂમાફિયાઓ અને ખનીજ ચોરો પરથી કાયદાનો ડર સાવ ઓસરી ગયો છે, ત્યારે આ કાળા કારોબાર સામે જીલ્લા ખાણ-ખનીજ વિભાગે ઘોર નિંદ્રા અને શંકાસ્પદ લાચારી ઓઢી લીધી છે કે શું. તાલુકા ના વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગ ની ટીમની અવર જવર માત્ર શોભાના ગાંઠિયા તરીકે હોય તેવું લાગી રહ્યું છે.હાલમાં લોકોમાં ચર્ચાઇ રહ્યું છે કે , ખનીજ વિભાગની આ પ્રકારની રહસ્યમય ચૂપકીદી પાછળ કોઈ મોટા હિતસંબંધો અથવા તો છૂપો આશીર્વાદ હોવાની આશંકા સેવાઈ રહી છે.તંત્રના ડર વિના ધમધમતા આ રેતી અને સફેદ પથ્થરના કાળા કારોબારને કારણે સરકારી તિજોરીને લાખો પિયાનું રોયલ્ટી નુકસાન થઈ રહ્યું છે