ICAR કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પંચમહાલ દ્વારા 26 નવેમ્બર 2025ના રોજ સંવિધાન દિવસ નિમિત્તે અને સર્ટીફિકેટ કોર્ષ ઓન ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ (ઈંગખ) ફોર ફર્ટિલાઇઝર ડીલર્સ ના પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો. સમગ્ર કાર્યક્રમ કેન્દ્રની વડા ડો. કનક લતાના માર્ગદર્શન અને આયોજન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયો. તેમણે ઈંગખ કોર્ષના મહત્વ અને ફર્ટિલાઇઝર ડીલર્સ માટે ટકાઉ પોષકતત્ત્વ વ્યવસ્થાપન અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
કાર્યક્રમમાં 100થી વધુ ખેડૂત, ફર્ટિલાઇઝર ડીલર્સ અને યુવાઓ જોડાયા અને સંવિધાન દિવસ નિમિત્તે શપથગ્રહણ કાર્યક્રમમાં ભાગ લીધો. મુખ્ય અતિથિ સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના પ્રો. (ડો.) અરૂણસિંહ સોલંકી રહ્યા. તેમણે ભારતીય સંવિધાનના મૂળ મૂલ્યો, કૃષિ ક્ષેત્રે વૈજ્ઞાનિક ચેતનાનું મહત્ત્વ અને ઈંગખ પદ્ધતિના લાભો અંગે વિગતવાર સંબોધન આપ્યું.
કાર્યક્રમનું સ્વાગત રેણુ ગોદારા દ્વારા આત્મીય રીતે કરવામાં આવ્યું. કાર્યક્રમનું સંચાલન ડો. શક્તિ ખજુરીયા દ્વારા અત્યંત સુવ્યવસ્થિત અને પ્રભાવશાળી રીતે કરવામાં આવ્યું. તેમણે દરેક સત્રને સરળ સંકલન, સ્પષ્ટ માર્ગદર્શન અને ઊર્જાસભર રજૂઆત દ્વારા કાર્યક્રમમાં વિશેષ જીવંતતા ઉમેરાઈ.
અંતે અભિષેક દ્વારા આભારદર્શન કરવામાં આવ્યું હતું . ઈંગખ કોર્ષ પૂર્ણ કરનારા 80 પરીક્ષાથીઓને પ્રમાણપત્રો વિતરણ કરી તેમને વૈજ્ઞાનિક પોષકતત્ત્વ વ્યવસ્થાપન અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ઈંઈઅછ-ઊંટઊં પંચમહાલે આગામી દિવસોમાં વધુ લાભદાયક તાલીમ કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.