જ્ઞાનદીપ હાઇસ્કુલ, દુધિયા, તાલુકો દેવગઢ બારિયા, જીલ્લો દાહોદ ખાતે સંવિધાન દિવસની ઉજવણી. શાળાના આચાર્ય સુબોધભાઈ રાઠવાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી, તેમાં બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરના જીવન પરિચય અંગેના પુસ્તકો વિદ્યાર્થીઓને શાળાની લાઇબ્રેરી માંથી આપી વાંચન માટે પ્રેરિત કરવામાં આવ્યા તેમજ તેનું મહત્વ શાળાના એનએસએસ યુનિટ પ્રોગ્રામ ઓફિસર જીતેન્દ્ર બામણીયા તેમજ અન્ય શિક્ષકો જેમાં ડો.ટી.એમ શુક્લા, હરેશ મેણીયા, વરિયા મિહિર તેમજ ગામના વડીલ આરતભાઈ એ વિશેષ મહત્વ બાળકોને સમજાવ્યું હતું અને વાંચન વિશે વધુ માહિતી આપી ભેટ સ્વરૂપે પેન આપી વધુ પ્રોત્સાહિત કર્યા હતા.