સરકારી હોસ્પિટલમાં રખડતા શ્વાન મુદ્દે આરોગ્ય વિભાગનો નવો આદેશ : તબીબોને સોંપાઈ જવાબદારી

શિક્ષકો બાદ હવે તબીબોને શ્ર્વાનની ગણતરી સોંપવામાં આવતા વિવાદ સર્જાયો છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ હવે સરકારી હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના સંકુલમાં કેટલા રખડતા શ્ર્વાનો છે, તેની ગણતરી કરવાની જવાબદૃારી સરકારી તબીબો અને સ્ટાફને સોંપવામાં આવી છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડીી ૨૪ કલાક દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું. જેમાં સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં શ્ર્વાનના આંટા ફેરા જોવા મળ્યા હતા. જે જગ્યાએ દર્દૃીઓના ખાટલા છે તે જ લોબીમાં શ્ર્વાન આરામ ફરમાવતા જોવા મળ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદૃેશ છતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હજુ શ્ર્વાન રખડતા જોવા મળે છે. તંત્ર સુપ્રીમ કોર્ટના આદૃેશને ઘોડીને પી ગયું હોય તેવું લાગી રહૃાું છે. જોકે સરકારી તબીબોને જ્યારે દર્દૃીઓની સારવાર અને વહીવટી કામગીરીનું ભારણ હોય છે, ત્યારે આ પ્રકારે શ્ર્વાનોની ગણતરી કરવાની વધારાની જવાબદૃારી સોંપાતા તબીબી આલમમાં કચવાટ જોવા મળી રહૃાો છે. અનેક ડોક્ટરોનું માનવું છે કે આ કામગીરી અન્ય એજન્સીઓ કે નગરપાલિકાના સ્ટાફ પાસે કરાવવી જોઈએ. જોકે, જિલ્લા આરોગ્ય અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે આ સુપ્રીમ કોર્ટનો આદૃેશ હોવાથી તેનું પાલન કરવું અનિવાર્ય છે.પીએચસીના સ્ટાફ દ્વારા જ ગણતરી કરવામાં આવશે અને નક્કી કરેલી વર્કશીટમાં આ આંકડાઓ ભરીને મોકલવાના રહેશે.

હોસ્પિટલના આરએમઓડો. હર્ષદ દૃૂસરાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે પરિપત્ર તો કરી દૃીધો છે. પરંતુ શ્ર્વાન કેમ્પસમાં આવે અને પરત પણ ફરી જાય છે. તો ગણતરી કઈ રીતે કરવી તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. ગણતરી ડોકટરોએ કરવાની નથી. તેને સ્ટાફનું ધ્યાન દૃોરવાનું છે. રાજકોટ મહાનગરપાલિકા શ્ર્વાન પકડવા મદૃદૃ કરે તો જ આ શક્ય છે.

રાજકોટ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી આર.આર. ફૂલમાળી દ્વારા આ બાબતે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના કમ્પ્લાયન્સ માટે રાજ્ય કક્ષાએથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રમાં અધિક નિયામક આરોગ્ય, મેડિકલ સર્વિસિસ અને એજ્યુકેશન એમ ત્રણેય વિભાગોના સહી-સિક્કા સાથે સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લાની તમામ પીએચસી,સીએચસી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને મેડિકલ કોલેજોના પ્રીમાઈસીસમાં કેટલા શ્ર્વાનો વસવાટ કરે છે તેની ચોક્કસ સંખ્યા જાણીને ૩ માર્ચ સુધીમાં રિપોર્ટ સોંપવાનો રહેશે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દૃીઓ જે વોર્ડમાં દૃાખલ કરવામાં આવે છે તે લોબીમાં શ્ર્વાન આંટા મારતા હોવાનું કેમેરામાં કેદૃ થયું છે સુપ્રીમ કોર્ટે પણ આદૃેશ આપ્યો હતો કે સિવિલ હોસ્પિટલ સરકારી કચેરીઓ શાળાઓના કેમ્પસ ની અંદૃર શ્ર્વાન ન હોવા જોઈએ તેમ છતાં પણ આ પોરતંત્ર સુપ્રીમ કોર્ટના આદૃેશને હોળીને પી ગયું હોય તેવું લાગી રહૃાું છે.