
સરદાર 150 પદયાત્રામાં એન.એસ.એસ.ની કુલ-8 રાજ્યોની ટીમ દરરોજ નિશ્ચિત કિલોમીટરની પદયાત્રા કરે છે. ત્યારે NICના ત્રીજા દિવસે ગુજરાતની એન.એસ.એસ.ની ટીમ સાથે નોર્થ મહારાષ્ટ્ર યુનિવર્સિટી જલગાંવ, મહારાષ્ટ્રની ટીમ તેના પ્રોગ્રામ ઓફિસર ડો. બાબા સાહેબ મૌતાલે સાથે તેમજ જે.એમ.બી.યુ. જોધપુર રાજસ્થાનની ટીમ તેના પ્રોગ્રામ ઓફિસર ડો.વિકાસ તિવારી સાથે પદયાત્રામાં જોડાઈ હતી.
આ પદયાત્રા અગાઉ સવારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સભામાં એન.એસ.એસ.ના ગુજરાત રાજ્ય ગાંધીનગરના રીજીયોનલ ડાયરેક્ટર કમલકુમાર કર સાથે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કોર્ડીનેટર ડો. સંજય જોષી સહિત એન.આઈ.સી.માં આવેલ 200 ઉપરાંત વિદ્યાર્થીઓ પદયાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે સી.આર.પાટીલ પણ પ્રતિકાત્મક સ્વરૂપે વિદ્યાર્થીઓ સાથે પદયાત્રામાં જોડાયા હતા.