
રાજકોટના ગોંડલ રોડ પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ટાટાના શોમ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કાર અને એક ઈકો કાર વચ્ચે જોરદૃાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભીષણ હતો કે ઈકો ગાડીમાં સવાર પરિવારના બે સભ્યોના ઘટનાસ્થળે જ કણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ, ઈકો ગાડીમાં સવાર પરિવાર કોઈ લૌકિક પ્રસંગ પતાવીને પોતાના ઘરે પરત ફરી રહૃાો હતો. ગોંડલ રોડ પર ટાટાના શોમ પાસે પહોંચતા જ સામેથી આવતી બેફામ સ્કોર્પિયો કાર કાળ બનીને ત્રાટકી હતી. ધડાકાભેર થયેલા આ અકસ્માતને પગલે આસપાસના લોકો દૃોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.