
છોટા ઉદેપુર જીલ્લાના પાવી જેતપુરમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ સવારે લગભગ ૧૦ વાગ્યાના અરસામાં ભારે વરસાદ શ થયો હતો.
છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી જીલ્લામાં વરસાદે વિરામ લીધો હતો. જેના કારણે વાતાવરણમાં ગરમી અને બફારો જોવા મળતો હતો. ખેડૂતોએ બિયારણની વાવણી કર્યા બાદ વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, અને વરસાદના વિરામથી તેમની ચિંતા વધી હતી.
આજે સવારે પાવી જેતપુર વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. લગભગ ૧૦ વાગ્યાની આસપાસ શ થયેલા ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ વરસાદને કારણે ગરમીથી રાહત મળી છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેઓ આગામી સમયમાં ખેતી માટે પૂરતો વરસાદ થાય તેવી આશા રાખી રહ્યા છે.