
પંચમહાલ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ વેગવંતુ બનાવવાના ભાગરૂપે ગોધરા ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ગોધરા નગરના વોર્ડ નંબર 4 ની ‘શક્તિ કેન્દ્ર સહ બુથ સમિતિ’ના સભ્યો સાથે ગોધરા એ.પી.એમ.સી. ખાતે આ પરિચય બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન મયંકભાઈ દેસાઈએ બુથ સ્તરના કાર્યકરો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે સંગઠનલક્ષી વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરી હતી. પ્રમુખ દેસાઈએ આગામી કાર્યક્રમો અને પક્ષની કામગીરીને જન-જન સુધી પહોંચાડવા માટે ઉપસ્થિત તમામ સભ્યોને સંગઠનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.