અમદાવાદ-સુરતથી મુંબઈ જતા ડ્રગ્સ નેટવર્કની મોટી કડી તૂટી! પલસાણા પાસે ૧ કિલો મેફેડ્રોન સાથે મહિલા સહિત ૨ની ધરપકડ

સુરત શહેરમાં ગેરકાયદેસર માદક પદાર્થોના નેટવર્ક સામે ચાલી રહેલા અભિયાન અંતર્ગત સુરત શહેર ક્રાઈમ બ્રાંચ અને સુરત જિલ્લા એસઓજીની સંયુક્ત ટીમે મોટી કાર્યવાહી કરી છે. પલસાણા તાલુકાના એના ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પરથી એક મહિલા સહિત બે શખ્સોને આશરે એક કિલોગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

પોલીસે આરોપીઓ પાસેથી કુલ ૯૭૭.૬૧ ગ્રામ મેફેડ્રોન, રોકડ, મોબાઈલ ફોન સહિત કુલ રૂ.૨૯,૮૭,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ કાર્યવાહીથી અમદાવાદ-સુરતથી મુંબઈ સુધી ફેલાયેલા ડ્રગ્સ નેટવર્કની એક મહત્વની કડી સામે આવી હોવાનું બહાર આવ્યું છે. ઝડપાયેલી મહિલા આરોપી અગાઉ પણ મેફેડ્રોનના ગુનામાં ઈન્દોર ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાઈ ચૂકી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.નોંધનીય છે કે, ક્રાઈમ બ્રાંચના નાયબ પોલીસ કમિશનરને ચોક્કસ બાતમી મળી હતી કે માનસી નામની મહિલા સિલ્વર કલરની અર્ટિગા કારમાં અમદાવાદ તરફથી મેફેડ્રોનનો જથ્થો લઈને મુંબઈ તરફ જઈ રહી છે.

બાતમીના આધારે સુરત શહેર ક્રાઈમબ્રાંચ અને સુરત જિલ્લા એસઓજીની ટીમોએ સંયુક્ત રીતે વોચ ગોઠવી હતી. પલસાણા તાલુકાના એના ગામના ટોલનાકા નજીક મુંબઈ તરફ જતા માર્ગ પર શંકાસ્પદ અર્ટિગા કારને રોકી તપાસ હાથ ધરાઈ હતી.તપાસ દરમિયાન કારમાં રહેલા માનસી અબ્દુલ સૈયદ ચંદ્રકાન્ત શિરસાઠ તથા સોહેલ સુલેમાન શેખને પોલીસે ૯૭૭.૬૧ ગ્રામ મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આ ડ્રગ્સની અંદાજિત કિંમત રૂ.૨૯,૩૨,૮૩૦ હોવાનું જણાવાયું છે.

આ ઉપરાંત પોલીસે રૂ.૪,૬૭૦ રોકડ, બે મોબાઈલ ફોન, જેની કિંમત રૂ.૫૦,૦૦૦ હોવાનું જણાવાયું છે, તેમજ આધારકાર્ડ, બે બેગ,પ્લાસ્ટિક થેલીઓ અને છ જીપબેગ સહિતનો સામાન કબજે કર્યો હતો. આમ પોલીસે કુલ રૂ.૨૯,૮૭,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.હાલ પોલીસ આ મહિલાની ઓળખ અને ડ્રગ્સના મૂળ સપ્લાયર સુધી પહોંચવા માટે તપાસ કરી રહી છે.

આ જથ્થો મુંબઈમાં અલગ-અલગ ડ્રગ્સ પેડલરોને પહોંચાડવાનો હોવાનું પણ પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે. સુરત ક્રાઈમબ્રાંચ અને ગ્રામ્ય એસઓજી હવે ડ્રગ્સનો જથ્થો પૂરો પાડનાર વ્યÂક્ત, મુંબઈમાં જથ્થો સ્વીકારનાર પેડલરો અને સમગ્ર નેટવર્ક સાથે જાડાયેલા અન્ય લોકોની માહિતી મેળવવા માટે તપાસ કરી રહી છે.