પંચમહાલના પ્રભારીમંત્રીના અધ્યક્ષ સ્થાને ગોધરા ખાતે વર્ષ ૨૦૨૬-૨૭ માટેની પંચમહાલ જીલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

પંચમહાલ જીલ્લાના પ્રભારી મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, ગોધરાના સભાખંડ ખાતે વર્ષ ૨૦૨૬-૨૭ માટેની પંચમહાલ જીલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી.

બેઠકના અધ્યક્ષ રમેશભાઈ કટારાની અનુમતિથી જીલ્લા આયોજન મંડળના સભ્ય સચિવ અને જીલ્લા આયોજન અધિકારી દ્વારા બેઠકના એજન્ડા મુજબ મુદ્દાવાર બેઠકની કાર્યવાહી શ‚ કરવામાં આવી હતી. આ બેઠકમાં ૧૫% વિવેકાધીન (તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષા), બક્ષીપંચ જોગવાઇના તાલુકાવાર અને નગરપાલિકાવાર રજુ થયેલ આયોજન વંચાણે લઈ રજુ થયેલ વિકાસ કામો સરકારની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને મંજુર કરવામાં આવ્યા હતા. બેઠકમાં વિકેન્દ્રિત જીલ્લા આયોજનની વિવિધ જોગવાઇઓ અને એટીવીટી જોગવાઈના વર્ષ ૨૦૨૨-૨૦૨૩, વર્ષ ૨૦૨૩-૨૦૨૪ ,વર્ષ ર૦૨૪-૨૦૨૫ તેમજ વર્ષ ૨૦૨૫ -૨૬ ના તેમજ ખઙકઅઉત અંતર્ગત વર્ષ ૨૦૧૯-૨૦ થી ૨૦૨૩-૨૪ સુધીમાં શ‚ ન થયેલ તથા પ્રગતિ હેઠળના તમામ કામોની સબંધિત અમલીકરણ અધિકારીઓ સાથે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ગત વર્ષના બાકી કામો તાત્કાલિક પૂર્ણ કરવા તથા તેના ખર્ચનું ચુકવણું પણ નીયત સમયમર્યાદામાં કરવા સબંધિત અમલીકરણ અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.

આ બેઠકની શ‚આત જીલ્લા કલેકટર અજય દહિયા દ્વારા બેઠકના અધ્યક્ષ મંત્રી રમેશભાઈ કટારાનું સ્વાગત કરી બેઠકમાં ઉપસ્થિત જીલ્લા આયોજન મંડળના ઉપાધ્યક્ષ અને જીલ્લા પંચાયત પ્રમુખ સહિત તમામ ઉપસ્થિત પદાધિકારી અને અધિકારીઓને આવકારીને કરવામાં આવી હતી.

આ બેઠકમાં સાંસદ રાજપાલસિંહ જાદવ, જીલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, ધારાસભ્ય સર્વ સી.કે.રાઉલજી, નિમિષાબેન સુથાર, ફતેસિંહ ચૌહાણ, જીલ્લા વિકાસ અધિકારી ડી.એમ દેસાઈ, પ્રાંત અધિકારીઓ, સામાજીક ન્યાય સમિતિના ચેરમેન, તાલુકા પંચાયત પ્રમુખ અને નગરપાલિકા ચીફ ઓફિસર સર્વ તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સહિત જીલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને જીલ્લા આયોજન મંડળના સભ્યઓ ઉપસ્થિત રહ્યાં હતાં.