
ભારત સરકારની યોજનાઓના લાભો જીલ્લામાં છેવાડાના માનવી સુધી પહોંચે તે રીતે કામ કરવા અનુરોધ.
પંચમહાલ જીલ્લાના લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવની અધ્યક્ષતામાં “દિશા- જીલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (DISHA – ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો – ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી)ની બેઠક કલેકટર કચેરી, ગોધરાના સભાખંડ ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓએ જીલ્લામાં વિવિધ યોજના અંતર્ગત થયેલ કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. જે અંગે સાંસદએ તમામ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી જરી સૂચનો આપ્યા હતા અને પંચમહાલ જીલ્લામાં ભારત સરકારની યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તે રીતે કામ કરવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં ધારાસભ્ય અને તાલુકાઓના જનપ્રતિનિધીઓ દ્વારા રોડ રસ્તા, શાળાના નવા ઓરડા, જળ વ્યવસ્થાપન, આરોગ્યલક્ષી સુવિધાઓ સહિતના પ્રશ્ર્નોની રજૂઆત કરવામાં આવી હતી. જે માટે સાંસદએ તમામ વિકાસલક્ષી પશ્ર્નોના ઝડપથી હકારાત્મક નિકાલ કરવા જીલ્લા વહીવટી તંત્રના સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.
આ બેઠકમાં જીલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, ધારાસભ્ય સર્વે સી કે રાઉલજી, નિમિષાબેન સુથાર, ફતેસિંહ ચૌહાણ,જીલ્લા વિકાસ અધિકારી ડી.એમ દેસાઈ , નિવાસી અધિક કલેકટર જે.જે.પટેલ, દિશા કમિટીના સભ્યો, તાલુકાના જન પ્રતીનિધિઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.