પંચમહાલ સાંસદે કેન્દ્રિય રેલમંત્રીની મુલાકાત કરી જિલ્લામાં રેલ્વેની સુવિધાના સર્વાંગી વિકાસ માટે રજુઆત કરી

–ગોધરા-લુણાવાડા-મોડાસા રેલ લાઈનનો સર્વે તેમજ નવી ટ્રેન સેવા શરૂ કરવા રજુઆત

પંચમહાલ(ગોધરા)ના સાંસદ રાજપાલસિંહ જાદવે નવી દિલ્હી સ્થિત લોકસભા સત્ર દરમિયાન ૫ોતાના મત વિસ્તારમાં ખાસ રેલ્વે સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે કેન્દ્રિય રેલ્વે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવ સાથે વધુ એકવાર મુલાકાત કરી મહત્વપુર્ણ રજુઆતો કરી હતી.

સાંસદ રાજપાલસિંહ જાદવ અને રેલ્વે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવની વિશેષ મુલાકાત દરમિયાન પંચમહાલ જિલ્લાની વિવિધ રેલ્વે સુવિધાઓ અંગેની માંગણીઓ રજુ કરી હતી. જેમાં સાંસદ દ્વારા ગોધરા સ્થિત કાંસુડી રેલ્વે સ્ટેશનના વિકાસ, ગોધરા-લુણાવાડા-મોડાસા નવી રેલ્વે લાઈનના સર્વેની કામગીરી તથા ત્યારબાદની કામગીરી ઝડપી પુર્ણ કરવા, દાહોદ-ગોધરા-ડાકોર-નડિયાદ-અમદાવાદ-ગાંધીનગર ‚ટ પર નવી દૈનિક પેસેન્જર ટ્રેન સેવા શ‚ કરવા રજુઆત કરી હતી. જે શ‚ થાય તો પંચમહાલ અને દાહોદના નાગરિકોને ગુજરાતની રાજધાની સાથે સીધી અને સુવિધાજનક રેલ કનેક્ટિવિટી મળી શકે તેમ છે. સાંસદ દ્વારા ગોધરા જંકશન ખાતે ગરીબ રથ એકસપ્રેસ, ઈન્દોૈર-કોચુવેલી એકસપ્રેસ તથા ઓખા-નાથદ્વારા એકસપ્રેસના સ્ટોપેજની માંગણી કરી કોરોના કાળ દરમિયાન બંધ કરાયેલી ફિરોઝપુર જનતા એકસપ્રેસ પુન: શ‚ કરવાની માંગણી કરી હતી.